અમદાવાદઃ દરેક વ્યક્તિએ પાલતુ પ્રાણી કે પછી પક્ષી પડવાનો શોખ હોય છે. પરતું તે પ્રાણી કે પશુ તમે 1 અથવા 2 પાળી શકીએ છીએ પરંતુ અમદાવાદ ઘાટલોડીયા વિસ્તારમા રહેતાં જૈનેશ પટેલ પક્ષી પ્રત્યે એટલો બધો પ્રેમ છે.તેને વિદેશના પોપટ પાળ્યા છે. જેમાં પણ એક કે બે નહી પંરતુ 100થી વધુ પોપટ તેમને પોતાના મકાન એક રૂમ બનાવી તેની સાચવણી કરી રહ્યા છે.
"હું હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.મને પોપટ પડવાનો શોખ ખૂબ જ છે. મે કોરોના વખતે પોપટ લાવ્યો હતો.શરૂઆતમાં તેની માવજત કરવી ખૂબ અઘરી પડી હતી. પંરતુ તેના માટે સ્પેશિયલ સમય ફાળવ્યો હતો.અને આજ સરળતાથી માવજત કરી શકું છું. હાલમાં મારી પાસે 100 વધુ વિદેશી પોપટ છે. સાથે ભારતીય પોપટને રાખવા ગેરકાયદેસર હોવાને કારણે તે રાખી શકાતા નથી"-- જૈનેશ પટેલે (100 વધુ વિદેશ પોપટ રાખનાર)
પોપટનો ખોરાક: વહેલી સવારે 7 વાગે તેને પાણી અને પલાળેલા મગ કે અન્ય ચીજ વસ્તુ આપવામાં આવે છે.ત્યાર બાદ બપોરે તેને જમવાનું તેમજ રાત્રે પણ જમવાનું આપુ છું.તે હાલ મારી ઘરની આગાશિમાં તેમજ એક રૂમ બનાવ્યો છે. તેમાં જ રાખું છું.આ હું શોખ ખાતર રાખું છું સાથે તને બચ્ચાંને વહેંચું છું પણ છું.આ વિદેશી પોપટ કીમત 3000 થી શરુ કરીને 2 લાખ સુધીના પોપટ છે.જેમાં બગીઝ, કોક્ટેઈલસ, લવ બર્ડ્સ, ફીંચિઝ, જાવાસ, મકાઉ જેવા વિવિધ વિદેશી પોપટ જોવામાં મળી રહ્યા છે.
સમયાંતરે દવા: 15 હજાર જેટલો મહિને ખર્ચ આ પોપટ માવજતની વાત કરવામાં આવે તો તેને સમયસર ખોરાક પાણી તેમજ તેના શરીરમાં કોઈપણ પ્રકારનો રોગનો ફેલાય તે માટે સમયાંતરે દવા કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ તે પાંજરામાં રહે છે તે યોગ્ય સાફ સફાઈ તેના શરીરમાં કોઈપણ પ્રકારનો રોગનો ફેલાય તે માટે સમયાંતરે દવા કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ તે પાંજરામાં રહે છે. તેને યોગ્ય સમયે સાફ-સફાઈ પણ કરવામાં આવી રહી છે. દર મહિને આ પોપટની સારવાર પાછળ અંદાજિત 10 થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.
વિદેશી પોપટની વિશેષતા: આ પોપટ દુનિયાનો સૌથી મોટા પોપટના ગણતરી કરવામાં આવે છે.જેની લંબાઈ અંદાજીત 100 સેમી ગણવામાં આવે છે. જે માણસની નકલ કરવામાં માહેર છે. 2. ગ્રે પોપટ : આ પોપટ આફ્રિકાના જંગલોમાં જોવા મળી આવે છે. જે ખૂબ બુદ્ધિશાળી હોય છે.આ માણસની જેમ બોલતા જલદી શીખી જાય છે.જે 4 વર્ષના બાળકની જેમ બોલી શકે છે.3. કોકટેઈલ્સ પોપટ : આ પોપટ માલિક પ્રત્યે વફાદાર હોય છે.તે પોતનાં માલિકને જલ્દી ઓળખી લે છે. 4. અક્લેક્ટ્સ પોપટ: આ પોપટ નો દેખાવ આકર્ષક હોય છે તેમજ આને બોલી અને ધર્મના કારણે ખૂબ જ પ્રખ્યાત છે.5.એમેઝોન પોપટ : આ પોપટ તેના માલિક સાથે જલ્દી હળી મળી જાય છે. 6. લવ બર્ડસ પોપટ: ના પોપટ ખૂબ જ ચંચળ જીગ્નેશો અને ઉત્સાહિત જોવા મળતા હોય છે આ પોપટ હંમેશાં જોડીમાં જ રહેવાનું પસંદ કરે છે અને જો આ પોપટ જોડીથી દૂર કરવામાં આવે તો તે લાંબુ જીવી શકતા નથી.