અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ દ્વારા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા તેરાપંથથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રેલી યોજવામાં આવી હતી. જેમાં તેરાપંથ મહિલા મંડળની 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોચીને પોસ્ટર્સ અને બેનરો સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાનો સંદેશો પાઠવ્યો હતો તથા પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે પણ માહિતગાર કર્યા હતા.
આગામી સમયમાં આ મહિલા મંડળ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ આવે અને વડાપ્રધાન મોદીના અભિયાનમાં મદદ થાય તે હેતુથી વિવિધા જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં શાળા-કોલેજોમાં જઇને વિદ્યાર્થીઓને પણ આ અંગે સંદેશો આપવામાં આવશે. એટલું જ નહીં તેરાપંથ મહિલા મંડળ દ્વારા એક લાખ જેટલી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી છે. જે વિનામુલ્યે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે કે જ્યાં પ્લાસ્ટિકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.