અમદાવાદ: શહેરમાં 145મી વખત ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યા (Jagannath Rathyatra 2022)નીકળ્યા હતા. આ રથ પર બેસીને છેલ્લી વાર નગરચાર્યએ નીકળશે. ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજ ગુજરાત કૉંગ્રેસ દ્વારા આજ બપોરના 3 વાગ્યાની આસપાસ કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તા ભારે ઉત્સાહ પૂર્વક જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ પૂજન કરવામાં આવ્યું હતું. સાથે ભગવાન 145 કિલોનો પ્રસાદ ધરાવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : જગન્નાથજી માટે સ્પેશિયલ મંગાવેલા મોરપીંછ બન્યા આકર્ષણનું કેન્દ્ર
145 કિલોનો લાડુનો પ્રસાદ ધરાવ્યો - ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે કોરોના મહામરીના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra)જવા નીકળી રહી છે. આ વર્ષે રથયાત્રાને લાઇને ભારે ઉત્સાહ જોવા મળે છે. આ રથયાત્રા આપણા રાજ્યમાં ખૂબ જ મહત્વ છે. આજ 145 કિલો પ્રસાદ લઈને આવ્યા છીએ અને પ્રાથના કરી હતી કે ગુજરાતની એકતા ભાવના બની રહે ગુજરાતમાં સુખ અને શાંતિ બની રહે તેવી કૉંગ્રેસ પરિવારે પ્રાથના કરી છે.
આ પણ વાંચોઃ દ્વારકાના શંકરાચાર્ય સાથે Exclusive મુલાકાત: સૂર્યાચાર્યે રાજસ્થાનમાં બનેલી ઘટનાને વખોડી
અંતિમ વાર રથયાત્રા જોવા મળશે આ ઐતિહાસિક રથ - ભગવાન જગન્નાથ, સુભદ્રા અમે બલરામજી આ ત્રણેય રથ આ અંતિમ વાર જોવા મળશે. કારણે આ રથયાત્રા બાદ નવા રથનું નિર્માણ કરવામાં આવશે. રથમાં વલસાડી સાગનો ઉપયોગ કરવામાં કરવામાં આવશે. જે કારીગરો જગન્નાથપુરી ઓરિસ્સા અને અમદાવાદના કારીગરો સાથે રહીને નવા રથનું નિર્માણ કરશે.