અમદાવાદ- ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એક દિવસીય ગુજરાતની (J P Nadda Gujarat Visit) મુલાકાતે છે. સંપૂર્ણ દિવસ તેઓ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે તેમજ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ત્યારે તેમને એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે, ગુજરાત રાજકારણમાં ભાજપની પ્રયોગશાળા (Gujarat is Political Laboratory for BJP) છે.
કોરોનામાં ભાજપના કાર્યકરો લોકો વચ્ચે રહ્યાં- જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને રાજનીતિની વ્યાખ્યા બદલી છે. સરકારની જવાબદારીઓ વધી છે. જાતિવાદથી આગળ વિકાસની રાજનીતિ દેશમાં થઈ રહી છે. કોરોનામાં રસી બનાવીને સરકારે લોકોને કોરોનામાંથી ઉગારી લીધા છે. કોરોના કાળમાં 50 કરોડ ફૂડ પેકેટનું વિતરણ ભાજપના કાર્યકરોએ કર્યું છે.
તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધમાંથી 23,000 વિધાર્થીઓને ભારત પાછા લાવ્યું છે. ભારતે પડોશીઓની પણ મદદ કરી છે. ભાજપના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓના વાલીઓને ઘરે જઈને સાંત્વના આપી છે. અમારી યોજનાઓથી ગરીબોની સંખ્યા ઘટી રહી છે. વિપરીત પરિસ્થિતિમાં ભારતનો વિકાસ દર ઊંચો રહ્યો છે. નિકાસ વધી છે.
આ પણ વાંચો - JP Nadda Ahmedabad Visit: ગાંધી આશ્રમમાં જે. પી. નડ્ડાએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે અહીં આવીને...
ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા - જે.પી.નડ્ડાએ (J P Nadda Gujarat Visit) જણાવ્યું હતું કે, બૂથને મજબૂત બનાવવા અમે સાયન્ટિફિક વ્યવસ્થા ઉભી કરી છે. અમે જવાબદાર સરકાર આપી છે. ભાજપે ચૂંટણીઓ જીતી છે. તેમાં જીતનો 90 ટકા રેશિયો રહ્યો છે. ગુજરાત ભાજપની પ્રયોગશાળા (Gujarat is Political Laboratory for BJP) છે. એટલે સમય પહેલા સંપૂર્ણ સરકાર બદલી દેવાઈ. તે ભાજપની સ્ટ્રેટેજી છે. તે નિર્ણય પાર્ટીનો છે. લોકોએ વ્યક્તિને નહીં કમળને વોટ આપ્યા છે.
નરેશ પટેલ મુદ્દે જે.પી.નડ્ડાએ શું કહ્યું ? - ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગુજરાતમાં મુખ્યપ્રધાન પાટીદાર હોવો જોઈએ તેવું (J P Nadda Gujarat Visit) વિધાન કર્યું હતું. તે મુદ્દે જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાની રીતે આગળ આવવા પ્રયત્ન કરે છે. અમે સૌને સાથે રાખીને ચાલવામાં માનીએ છીએ.
જે.પી.નડ્ડાએ વિપક્ષ મુદ્દે શું કહ્યું ? - કેન્દ્રીય માર્ગ અને પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે. તે મુદ્દે જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વિપક્ષ મજબૂત હોવો તે વિપક્ષની જવાબદારી છે. વળી જો અન્ય પાર્ટીના સભ્યો ભાજપની વિચારસરણીથી આકર્ષાય તો તેઓ ભાજપમાં આવી શકે છે.
વહેલા ચૂંટણી મુદ્દે જે.પી.નડ્ડા -ચૂંટણીઓ ક્યારે યોજવી તે કામ ચૂંટણી પંચનું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આક્રમક બની રહી છે. તે મુદ્દે જે.પી.નડ્ડાએ (J P Nadda Gujarat Visit) જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓમાં તેમની જમાનત (J P Nadda On AAP Gujarat) જપ્ત થશે.
આગામી ચૂંટણીઓમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા રહેશે ? -જે.પી.નડ્ડા (J P Nadda Gujarat Visit) વિધાનથી એ વાત સ્પષ્ટ થઈ છે કે, ગુજરાતમાં મુખ્યપ્રધાનથી લઈને અન્ય પ્રધાનો દિલ્હીથી જ બદલાય છે. ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ શું ગુજરાત ભાજપની પ્રયોગશાળા (Gujarat is Political Laboratory for BJP) રહેશે ? વર્તમાન પ્રધાનમંડળ ચાલુ રખાશે ?