અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હાલ સુનાવણી યોજાઇ હતી. તથ્ય પટેલની જામીન અરજીની કોર્ટમાં સુનાવણી દરમિયાન તથ્યનાં માતા કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. તથ્ય પટેલના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ બાયસ થઈને કરી રહી છે. પોલીસ આ મામલે એક વીડિયોના આધારે તપાસ કરી રહી છે. 141.27ની સ્પીડ માટે કોઈ ટેકનિકલ અભિપ્રાય લેવામાં નથી આવ્યો તેમ પણ તેના વકીલે જણાવ્યું હતું. તો સામે પક્ષે પીડિતોના વકીલોએ પણ કોર્ટ સમક્ષ મજબૂત દલીલો કરી હતી. હવે આ કેસમાં તમામ પક્ષની દલીલો પૂર્ણ થઇ છે અને 24 તારીખે કોર્ટ ચૂકાદો આપશે.
વીડિયોના આધારે તપાસ : તથ્ય પટેલના વકીલે વધુમાં જણાવ્યું હતું કે ગાડીની સ્પીડ નક્કી કરવા પોલીસ પાસે અન્ય કોઈ પુરાવો નથી. વીડિયોમાં ગાડીનો નંબર દેખાતો નથી. લોકોનું ટોળું અકસ્માતમાં બચાવવા આવે તે સ્વાભાવિક છે, પરંતુ થાર અને ટ્રકનો અકસ્માત 11 વાગ્યે થયો હતો. બાદમાં થારનો ચાલક ગાડી મૂકીને જતો રહ્યો તો લોકો શું કરતા હતા.પોલીસની બે ગાડી હતી તો કેમ રોકીને એલિવેટેડ નેશનલ હાઇવે પર રોક્યા નહીં.
'પોલીસ પોતાનો વાંક છુપાવવા તથ્ય પર આરોપો નાખે છે. અચાનક સામે અકસ્માત થયો હોવાથી ન દેખાતા તથ્યએ ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. તથ્ય બ્રિજ પર પહોંચ્યો કેમ? ડાયવર્ઝન કેમ ન અપાયું? આ કોઇ હિટ એન્ડ રનનો કેસ નથી અને ડ્રીંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ નથી.' -તથ્ય પટેલના વકીલ
સલમાન ખાન હિટ એન્ડ રન કેસનો ઉલ્લેખ : તથ્યના જામીન માટે દલીલ કરી રહેલા તથ્યના વકીલે સલમાન ખાને સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો હતો. નિસાર વૈદ્યે વલસાડ કેસમાં હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, FIRમાં આરોપી સામે 304 કલમ લગાડવામાં આવી હતી. જેમાં જજ પારડીવાલાએ કેસના મેરીટ જોતા FIRમાંથી 304ની કલમ રદ કરાઈ હતી.
ગાડીની સ્પીડ નક્કી કરવા પોલીસ પાસે અન્ય કોઈ પુરાવો નહીં. વીડિયોમાં ગાડીનો નંબર દેખાતો નથી. લોકોનું ટોળું અકસ્માતમાં બચાવવા આવે તે સ્વાભાવિક છે, પરંતુ થાર અને ટ્રકનો અકસ્માત 11 વાગ્યે થયો. બાદમાં થારનો ચાલક ગાડી મૂકીને જતો રહ્યો તો લોકો શું કરતા હતાં. પોલીસની બે ગાડી હતી તો કેમ રોકીને એલિવેટેડ નેશનલ હાઇવે પર રોક્યા નહીં. તથ્ય બ્રિજ પર પહોંચ્યો કેમ? ડાયવર્ઝન કેમ ન અપાયું? હાઇવે પર અકસ્માત થાય તો ગાડી સાઈડમાં મૂકીને આડશ રખાય છે, અહીં આવું કરાયું નહીં. પોલીસ પોતાનો વાંક છુપાવવા તથ્ય પર આરોપો નાખે છે. અચાનક સામે અકસ્માત થયો હોવાથી ન દેખાતા તથ્યએ ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. 304નો કેસ બનતો નથી. પોલીસે મારા અસીલ પર લગાડી દીધો છે....નિસાર વૈદ્ય(તથ્યના વકીલ )
અન્ય કેસની દલીલો ટાંકવામાં આવી : તથ્યના વકીલ દ્વારા અમદાવાદનાં ખૂબ જ ચકચારી વિસ્મય શાહ કેસના જ્જમેન્ટને વાંચવામાં આવ્યું જ્યારે તેને હાઇકોર્ટે બેઈલ આપવામાં આવ્યા હતા. નિસાર વૈદ્યે વલસાડ કેસમાં હાઇકોર્ટના ચૂકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, FIRમાં આરોપી સામે 304 કલમ લગાડવામાં આવી હતી. જેમાં જજ પારડીવાલા દ્વારા કેસના મેરીટ જોતા FIRમાંથી 304ની કલમ રદ કરાઈ હતી. એક 4 વર્ષીય બાળક બસના ખાનામાંથી સરકીને પાછળના ટાયર નીચે આવી ગયું હતું, પણ જજ ભાવનાઓમાં આવ્યા નહીં તેવો ઉલ્લેખ છે. જ્યારે પોલીસ તથ્યના કેસમાં મીડિયા અને પબ્લિકના ઇમોશન પ્રમાણે ફરિયાદ અને તપાસ કરે છે. અમને કોઈએ સાંભળ્યા નહીં. આ કેસમાં પોલિટિકલ લોકોએ પણ ટિપ્પણીઓ કરી છે. ચાર્જશીટમાં ગુનાને ગંભીર કહેવાયો છે, પણ આ અકસ્માત છે. તથ્ય કોઈને ઓળખતો નથી.
સુપ્રીમ કોર્ટનો કેસ ટાંકી દલીલ કરી : તથ્યનાં વકીલ નિસાર વૈદ્યે સુપ્રીમ કોર્ટનો કેસ ટાંકી દલીલ કરી. જેમાં આવી જ રીતે 7 લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા 2023મા જ એક ચૂકાદામાં આવા કેસમાં જામીન આપ્યા છે. નિસાર વૈદ્યે સુપ્રીમ કોર્ટનું બીજું જજમેન્ટ વાંચી વિસ્મય શાહના ચૂકાદા અને કેસનો ઉલ્લેખ કર્યો તેમજ જણાવ્યું હતું કે, આ હિટ એન્ડ રનનો કેસ નથી, તથ્યએ કોઈ નશો નથી કર્યો, તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ ફક્ત અકસ્માતનો જ કેસ છે.જો જામીન આપવામાં આવશે તો કોર્ટની તમામ શરતોનું પાલન કરવામાં આવશે અને જે પણ સમયે હાજર થવાનું કહેવામાં આવશે હું હાજર થશે જેથી જામીન આપવામાં આવે એવી રજૂઆત થઇ છે.
સરકારી વકીલની દલીલો : આ દલીલો બાદ પીડિતો તરફથી સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીની દલીલો શરૂ થઇ હતી. જેમાં કોર્ટને જણાવાયું છે કે બે આરોપી પિતા અને પુત્ર હાલ જયુડિશિયલ કસ્ટડીમાં છે. બાઇકર્સનો જે વિડીઓ હતો તે, વૈજ્ઞાનિક અને એનાલિસીસ કરીને સ્પીડ માપવામાં આવી હતી. જેગુઆર કારનો રીપોર્ટ પણ મૂકવામાં આવ્યો છે એફએસએલ રિપોર્ટમાં તમામ વિગતો સામે આવી છે. જેગુઆર કાર 141ની સ્પીડમાં ચાલી જ રહી હતી. ચાર્જશીટમાં તમામ વિગતો મૂકવામાં આવી છે. મોંઘી ગાડીઓમાં સામાન્ય કરતા બ્રેક સારી હોય છે.
તથ્યએ બ્રેક મારી ન હતી એવું એફએસએલ રિપોર્ટમાં આવ્યું છે. જાણી જોઈને ગાડી સ્પીડમાં ચાલવામાં આવી હતી. લોકોના જીવ જોખમમાં મૂક્યા અને જીવ પણ ગયા.એટલા માટે 304ની કલમ મૂકવામાં આવી છે જેમ તથ્યનો કોઈ વાંક નથી એમ એના વકીલ કહે છે. એવી જ રીતે ત્યાં ટોળામાં ભેગા થયેલા લોકોનો પણ કોઈ વાંક નથી. અકસ્માત પહેલા અનેક ગાડીઓ નીકળી જેમાં કોઈનો અકસ્માત સર્જાયો નથી. તથ્યના વકીલે ભોપાલના ગેસનું ઉદાહરણ આપ્યું તે આમાં લાગુ પડતું નથી. આ કેસમાં 9 લોકોના મૃત્યુ થયા છે 12 ઘાયલ છે. એકની હજુ સારવાર ચાલી રહી છે અને બેભાન છે...પ્રવીણ ત્રિવેદી(પીડિતોના વકીલ)
તથ્ય સામે આગળના પણ બે ગુના છે : પીડિતોના વકીલ રાજેન્દ્ર શુક્લએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે તથ્યએ નવ લોકોના જીવ લીધા છે. નિર્દોષ લોકો મૃત્યુ પામ્યાં છે. તથ્યએ બેદરકારી દાખવી અકસ્માત કર્યો છે. એના પિતા એને ઘટનાસ્થળેથી ભગાડીને લઈ ગયા હતાં. જ્યાં સુધી મૃતકોને વળતર આપવાની વાત છે, તો સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ પૈસા આપીને ન્યાય ખરીદી શકાય નહીં.
સત્યને બદલાવી શકાય નહીં : અન્ય પીડિતોના વકીલ દર્શન વેગડે પણ કોર્ટમાં જણાવ્યું કે જો આરોપીને છોડવામાં આવશે તો તેનામાં આત્મવિશ્વાસ આવશે. જો નવ લોકોના મૃત્યુ પછી પણ બહાર નીકળી શકાતું હોય તો કંઈ જ થશે નહીં. 140ની સ્પીડે ગાડી ચલાવીને એણે અકસ્માત કર્યો છે એ સત્યને બદલાવી શકાય નહીં.
ગુનાહિત મનુષ્ય વધની કલમ : પીડિતોના વકીલોની કોર્ટ સમક્ષની રજૂઆતો બાદ પણ તથ્યના વકીલ નિસાર વૈદ્યે કહ્યું કે જામીન એ મૂળભૂત અધિકાર છે. સામેના પક્ષ પાસે માત્ર વિડીયો જ એક પુરાવો છે. ઓફિસર એ કાયદાના નિષ્ણાત નથી. નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્ય વધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં