ETV Bharat / state

Isckon Bridge Accident: ઇસ્કોન બ્રિજ કેસમાં પ્રગ્નેશ પટેલના જામીન નામંજૂર, હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇસ્કોન બ્રિજ કેસમાં આરોપી પ્રજ્ઞેશ પટેલના જામીનના નામંજૂર કર્યા છે. કોર્ટે પ્રગ્નેશ પટેલને ગુનો કરવાની આદત હોવાથી જામીન આપી શકાય નહીં એવું ચુકાદામાં નોંધ્યું છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 9, 2023, 7:27 PM IST

Updated : Aug 9, 2023, 9:28 PM IST

Isckon Bridge Accident

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં હતાં. જેમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ મારફત અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પ્રગ્નેશ પટેલની જામીન અરજી નામંજૂર: સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પ્રગ્નેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે જામીન અરજી નામંજુર કરવા જણાવ્યું હતું તે કેસની તપાસ હજુ ચાલુ છે અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આરોપીને જામીન આપી શકાય નહીં. પ્રજ્ઞેશ પટેલ હવે જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.

પ્રગ્નેશ પટેલના એડવોકેટે શું કહ્યું: ગત સુનાવણીમાં પ્રગ્નેશ પટેલના એડવોકેટ જલ ઉનવાલાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે પ્રગ્નેશ પટેલે પોતાના ઘાયલ પુત્રને સિમ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. આ કોઈ હિટ એન્ડ રનનો કેસ નથી. પિતા પણ સિમ્સ હોસ્પિટલમાં જ હતા. ત્યાં જે પણ લોકો હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી પ્રગ્નેશ પટેલે આપી જ નથી. જો કોઈ પણ દીકરાને મારતા હોય તો પિતા છોડાવે એ સ્વાભાવિક છે. એક પિતાએ પોતાના પુત્ર પ્રત્યેની ફરજ નિભાવી છે. ત્યારના સંજોગોને ધ્યાનમાં રાખતા પ્રજ્ઞેશ પટેલ ગુસ્સે જરૂર થઈ ગયા હતા પરંતુ એ કોઈ પ્રકારનો ગુનો નથી.

સરકારી વકીલે શું કહ્યું: આ બાબતે સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે તથ્યોને લોકો માર મારતા હતા અને તેને પિતાને જાણ કરી હતી તેવી કોઈ વાત જ છે નહીં ફક્ત ડિફેન્સ ઉભો કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રગ્નેશ પટેલ લોકો સાથે ઝઘડ્યા હતા, ગાળો બોલ્યા હતા, ધમકી આપી હતી તેવું સાક્ષીઓએ નિવેદન પણ આપ્યું છે અને એટલું જ નહીં પ્રજ્ઞેશ પટેલે પત્નીને રિવોલ્વર કાઢવા પણ કહ્યું હતું. દીકરાને લઈ જવા માટે પ્રજ્ઞેશ પટેલે ધમકી આપી જ હતી. ધમકી એ ધમકી જ હોય છે તે ગંભીર કે ઓછી ગણાવી શકાય નહીં. આ કેસમાં તાત્કાલિક ચાર્જશીટ ફાઇલ કરવાનું માત્ર એટલું જ કારણ છે કે સાક્ષીઓને ફોડી શકાય કે ધમકી આપી શકાય નહીં કારણકે પિતા અને પુત્ર બને જેલમાં છે 164 મુજબ પણ નિવેદનો લેવાઈ ગયા છે.

સાક્ષીઓના નિવેદન: જલ ઉનવાલા એ વધુમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે ચાર્જશીટમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રગ્નેશ પટેલે પોલીસના 100 નંબર ઉપર ડાયલ કર્યો હતો માટે આ વાત પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. રાત્રે 1: 45 કલાકે તથ્યને સીમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો એટલે પ્રગ્નેશ પટેલે તથ્યને ભગાડ્યો હતો નહીં પરંતુ હોસ્પિટલ લઈ ગયો હતો. સાક્ષીઓના નિવેદન ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે લોકો તથ્યને મારતા હતા. જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટમાં કુલ 11 લોકોએ પ્રજ્ઞેશ પટેલનો ઉલ્લેખ કર્યો છે જેમાં પ્રજ્ઞેશ પટેલે લોકોને ધમકી આપવી ગાળો બોલવી આરોપી પુત્રને ભગાડી જેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

પ્રગ્નેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ: સરકારી વકીલે એ પણ કોર્ટ સમક્ષ મૂક્યું હતું કે પ્રગ્નેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સોલા પોલીસ મથકે જમીન બાબતે એક વ્યક્તિને ધમકી આપી હથિયાર બતાવ્યું હતું, સોલામાં બીજા કેસમાં પણ જમીન બાબતે ધ્યાનથી મારી નાખવાની ધમકીનો ગુનો, સરખેજ પોલીસ મથકે ધમકી આપવાનો ગુનો, જમીનને લગતો ગુનો, મહેસાણા પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો અને રાણીપ પોલીસ મથકે પ્રિઝનર એકટ ગુનાનો સમાવેશ થાય છે.

  1. ISKCON Bridge Accident Case : આરોપી તથ્ય પટેલની કોર્ટ સમક્ષ માગણી, ઘરનું જમવાનું, ભણવું છે અને બીજું પણ ઘણું...
  2. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...

Last Updated : Aug 9, 2023, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.