ETV Bharat / state

શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં - ગૃહપ્રધાન હર્ષ સંઘવી

ગુજરાતમાં 55 દિવસમાં 5700 કિલો ડ્રગ્સ (Drugs)જપ્ત કરાયું છે, અને જેની કિમત 250 કરોડ કરતાં વધુ થવા જાય છે. તેમાં 58 કેસ થયા અને હેરાફેરી કરનારા 90 લોકોની ઘરપકડ કરાઈ છે. ગુજરાતના ઈતિહાસ(History of Gujarat)માં પ્રથમ વખત આટલું મોટુ ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે, અને આ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો (1600 km long coastline)શું ડ્રગ્સ ઘુસાડવાનો કોરીડોર બની રહ્યો છે? ઈ ટીવી ભારતનો સ્પેશ્યિલ રીપોર્ટ

શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં

author img

By

Published : Nov 11, 2021, 7:03 PM IST

  • ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયાકિનારા પર કેમ પડી?
  • ગુજરાત દરિયાકિનારો અત્યાર સુધી સેફ હેવન હતો
  • યુવા ઘનને બરબાદ કરવાનું કાવતરુ છે કે શું?

અમદાવાદ/જૂનાગઢઃ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફિયા(Drugs mafia)ઓની નજરમાં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કોરિડોર તરીકે ઉપસી રહ્યો છે. પાછલા બે વર્ષ દરમિયાન કચ્છથી જામનગર(Kutch to Jamnagar) સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવાની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના છે. એક સમય હતો કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો(Coast of Saurashtra) ગેરકાયદેસર હથિયારો (Illegal weapons)અને સોનાની દાણચોરી (Gold smuggling)માટે કુખ્યાત હતો, પણ સમય જતાં હથિયાર અને સોનાની દાણચોરી પર અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો.

ફરી એક વખત દાણચોરીનો ખતરો ઉભો થયો છે

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર ફરી એક વખત દાણચોરીનો ખતરો (Danger of smuggling)ઉભો થયો છે. આ વખતે સોનુ કે હથિયાર નહીં પરંતુ જીવતરને બરબાદ કરી મૂકે તેવા ડ્રગ્સની દાણચોરી (Drug smuggling)થઈ રહી છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. આવનારા સમયમાં દાણચોરી કોઈ મોટા ગંભીર પરિણામ સુધી લઈ જાય તે પહેલા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવાની ખૂબ જરૂરી છે. ઈ ટીવી ભારતનો સ્પેશ્યિલ રીપોર્ટ શું ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સની દાણચોરી માટેનું કોરીડોર બની રહ્યું છે.

આતંકવાદીઓનું કારસ્તાન તો નથી ને?

થોડા દિવસો પૂર્વે કચ્છના મુન્દ્રા બંદરેથી કેટલાક કન્ટેનરોમાંથી 2,988 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, તો બીજી તરફ પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાંથી 35 કિલો હેરોઈનના જથ્થા સાથે કેટલાક ઈરાની લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીકથી 500 કિલો જેટલા હેરોઇનના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી છે. 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને સમૃદ્ધ અને સક્ષમ બનાવી રહ્યું છે, ત્યારે આ દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓ જાણે કે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતા હોય તે પ્રકારે દરિયા કિનારાને ડ્રગ્સના કોરિડોર તરીકે કુખ્યાત કરી રહ્યા છે. કે પછીઆતંકવાદીઓનું કારસ્તાન છે, કે ડ્રગ્સના રવાડે ચઢાવીને યુવાઘનને બરબાદ કરવું.

આ ડ્રગ્સનો જથ્થો કોણ ખરીદી રહ્યું છે? તે તપાસનો વિષય

ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પ્રાકૃતિક સંપત્તિ અને માછીમારી માટે ખૂબ ફળદ્રુપ માનવામાં આવે છે, પરંતુ હવે દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ માદક પદાર્થોને હેરાફેરી માટે કરી રહ્યા છે, તેવા ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો કચ્છથી લઈને જામનગર સુધી પાકિસ્તાન સાથે દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને જે ડ્રગ્સ અને માદક પદાર્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, તેનું સીધું કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માનવામાં આવે છે. ત્યારે પાછલા બે વર્ષ દરમિયાન અંદાજિત 5,756 કિલો કરતાં વધુ પ્રમાણમાં કોકેઈન હિરોઈન ચરસ ગાંજા સહીત એમડી ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે. મોટે ભાગે ડ્રગ્સની દાણચોરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી થઈને ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહી છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં માદક અને ડ્રગ્સ ઘુસાડવા પાછળ યુવા પેઢીને બરબાદ કરવા માટેની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ હોઈ શકે છે. પરંતુ આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવેલું ડ્રગ્સ કોણ ખરીદી રહ્યું છે તે પણ તપાસનો વિષય બની શકે છે. 90 લોકોની ઘરપકડ કર્યા પછી પોલીસ પુછપરછમાં ખૂબ મોટી લીંક મળે તેવી શકયતાઓ છે.

ગુજરાત માટે આ સમાચાર ચિંતાજનક છે

તારીખ 12/ 8/ 2018 ના દિવસે દ્વારકાના સલાયાથી 300 કિલો હિરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તારીખ 21/ 5/ 2019 ના દિવસે કચ્છના જખો બંદર પરથી બે બોટમાંથી 218 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તારીખ 7/9/2021 ના રોજ કચ્છના મુન્દ્રા બંદર પરથી ઈરાનમાંથી બે કન્ટેનરોં દ્વારા મોંકલવામાં આવેલું 2,988 કિલો હેરોઇન પકડાયું હતું, જેમાં પાંચ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તારીખ 19/9/2021 ના રોજ પોરબંદરમાંથી સાત ઈરાની નાગરિકોને 35 કિલો હિરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે ગઇકાલે સલાયા અને જામખંભાળિયા દરિયાઇ વિસ્તારમાંથી 11.48 કિલોની આસપાસ હેરોઈન અને 6.16 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વર્ષ 2018 થી લઈને 2021 સુધીમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો ગુજરાતના દરિયા કિનારા મારફતે ઘૂસાડવામાં દાણચોરી કરતા દાણચોરોએ સફળતા મેળવી છે, પરંતુ આટલા પ્રમાણમાં માદક પદાર્થો ઘુસાડવામાં દાણચોરો સફળ થયા છે. તે ખૂબ જ ચિંતાની સાથે તપાસનો વિષય પણ છે.

રાજ્યના ગૃહપ્રધાને આ મામલાને ગંભીર ગણાવ્યો

બુધવારે જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને પોલીસ તંત્રની સતર્કતાને કારણે જ આ પ્રકારનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. સત્તાવાર રીતે આકંડા જાહેર કર્યા હતા, તે મુજબ છેલ્લા 55 દિવસમાં પોલીસે ડ્રગ્સને લગતા 58 કેસ કરીને ગુના નોંધ્યા છે. અને 90 લોકોની ઘરપકડ કરી છે. 55 દિવસમાં 5700 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું, જેની અંદાજે કિમત 250 કરોડથી વધુની થવા જાય છે.

દરિયાકિનારાનો દુરઉપયોગ કરી શકાશે નહીઃ ભાજપ

પ્રદેશ ભાજપ પ્રવકતા યમલ વ્યાસે ETV Bharat ને જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓ સતર્ક છે. દરિયાકિનારે થતી વિવિધ ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓની માહિતી અને સતર્કતાની મદદથી આટલા મોટા જથ્થામાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડી પાડ્યું છે. એટલે એ વાત ચોક્કસ છે કે, હવે ગુજરાતના દરિયા કિનારાનો દુરુપયોગ કરી શકાશે નહીં. ગુજરાતનો દરિયાકાંઠો સલામત છે. આગામી દિવસોમાં અહીં વધુ સઘન દેખરેખ ગોઠવવામાં આવશે.

ગુજરાત સરકારના કાયદા માત્ર કાગળ પર છેઃ કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં જે રીતે દારૂ માટે થઈ સરહદો ખુલ્લી મુકવામાં આવી છે અને દારૂનો વેપલો થઈ રહ્યો છે. ગુજરાત સરકારના કાયદા માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યા છે, ત્યારે હવે તેની સાથે ગુજરાતમાં લાખો યુવાનોને નશાની હાલતમાં ધકેલવાનું સુનિયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. 1,600 કિલોમીટર દરિયાકિનારાની સુરક્ષામાં સરકાર નિષ્ફળ નીવડી અને નાકામ સાબિત થઈ રહી છે અથવા તો ગુજરાત સરકાર જાણીજોઈને કરી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને દેશના યુવાનો માટે પણ આ એક મોટો પડકાર જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારની જે નીતિ અને નિયત રહેલી છે એ જાણી જોઈને ડ્રગ્સ ઠલવાઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાજ્ય સરકારની નીતિ અને નિયત સાફ નથીઃ કોંગ્રેસ

દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે કચ્છના મુંન્દ્રા પોર્ટ પર જે પ્રકારે ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે, તેના સિવાયનું પણ પોણા બે લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ સીમામાંથી દેશમાં ઘુસાડવામાં આવી ચુક્યુ છે તેવું NCB નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો રિપોર્ટ કહી રહ્યો છે. ત્યારે સરકારની નીતિ અને નિયત સાફ જોવા મળી રહી નથી. ગુજરાત સરકાર માત્ર જાહેરાતો અને મોટી મોટી વાતો કરવામાં વ્યસ્ત હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારની ફરજ છે કે પોલીસ તંત્રની સૂચન કરવું અને મોટા મગર મચ્છને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કામગીરી કરવી જોઈએ. ગુજરાતમાં વ્યવસ્થા તંત્ર અને સુસજ્જ કરવું ખૂબ જરૂરી બન્યું છે. ગુજરાતમાં નિષ્ઠાવાન અધિકારીઓની આ જવાબદારી સોંપવામાં આવે તો ગુજરાત ડ્રગ્સ મુક્ત કરવામાં ખરેખર તે અધિકારી સાબિત થઈ શકે છે. ગુજરાત સરકાર ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે, તો બીજી તરફ આવી રીતે નશાના રવાડે ગુજરાત સરકાર યુવાધનને બરબાદ કરવા પાછળ લાગી હોય તેવો સુનિયોજિત કાવતરું જોવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએઃ આપ

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મુદ્દો મોટા પ્રમાણમાં ગુજરાત સરકારની નાક નીચે આવેલા ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સરકાર સફાળી જાગી ગઈ છે, ભૂતકાળમાં અનેક પ્રકારની સ્મગલિંગ થયેલી છે, ભાજપ જે પણ કરી રહી છે પરંતુ ખરેખર રીતે જોવા જઈએ તો ગુજરાત એક એપી સેન્ટર બની ગયું છે. અન્ય દેશોમાં મોકલવામાં આવતું માદક પદાર્થ પહેલા ગુજરાતમાં પીરસવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ અન્ય દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે. તેવી પરિસ્થિતિનું નિર્માણ આજે થઈ ગયું છે, જેથી ગુજરાત સરકારે કડક નિર્ણય અને કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. દરિયા કાંઠે સુરક્ષા વધારવાની જવાબદારી ગુજરાત સરકારની રહેલી છે. ત્યારે રાજ્યની સુરક્ષામાં સરકાર નિષ્ફળ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ "કહી ડ્રગકા ખેલ ગુજરાત સે તો નહીં ચલ રહા?" EDના દરોડા પડતા નવાબ મલિકે ઉધડો લીધો

આ પણ વાંચોઃ War Against Drugs : ડ્રગ્સ દેશના ભવિષ્યને 10 વર્ષ પાછળ ધકેલે છે, માનવ શરીર પર ડ્રગ્સની અસરો વિશે શું કહે છે ડોકટર?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.