અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સૂપર કિંગ્સ મેચની શરુઆત થાય તે પહેલાં સ્ટેડીયમ બહાર મોટી સંખ્યામાં દર્શકો સવારથી સ્ટેડીયમમાં પ્રવેશ મેળવવાવની રહી જોતા નજરે પડી રહ્યા છે. MS dhoni જોવા માટે લોકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. જોકે, મેચ શરૂ થાય એ પહેલા જ ધોનીના ચાહકોએ એના નામની નારેબાજી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી
ધમાકેદાર પ્રારંભ: દુનિયાની સૌથી મોટી લીગની શરુઆત આજથી થઈ રહી છે. ત્યારે અમદાવાદ નરેદ્ર મોદી સ્ટેડિયમ બહાર દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે 7:30 કલાકે મેચની શરૂઆત થશે જેની પહેલા IPL ઓપનિંગ શરૂઆત કરવામાં આવશે. દક્ષિણ ભારત તેમજ બોલીવુડ સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે.
ચાહકોનો જમાવડો: ગુજરાત ટાઇટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે પહેલી મેચ યોજવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમગ્ર દેશમાંથી પણ પ્રેક્ષકો આવ્યા છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે લોકો આ તો જોવા મળી રહ્યા છે. દર્શકો જણાવી રહ્યા છે કે, ધોનીએ ભારતીય ટીમ માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તે જ પ્રમાણે IPLમાં પણ પોતાની યોગદાન આપી રહ્યો છે.
સ્ટેડિયમ ખીચોખીચ: ધોનીની આ અંતિમ IPL હોવાથી અમે સ્પેશ્યલી મેચ જોવા માટે અમદાવાદ આવ્યા છીએ અને ચેન્નઈ સુપર કિંગ્સની તમામ મેચો જોવા માટે અમે સ્ટેડિયમમાં હાજર રહીશું. આ વખતે ફરી એક વાર ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનશે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઇ સુપરકિંગ્સ ચાર વખત ચેમ્પિયન બની છે. આ વધુ એક પાંચમી વખત પણ ચેન્નઈ સુપર કિંગ ચેમ્પિયન બનશે. મહેન્દ્રસિંહ ધોનીને વિજય ટ્રોફી આપીને વિદાય આપશે. તેવી આશાઓ રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો: IPL 2023 : અમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ
બરોબરની ટક્કર: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ છેલ્લા વર્ષની મેચની વાત કરવામાં આવે તો બંને મેચમાં ગુજરાત ટાઇટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ પર હાવી જોવા મળી હતી. બંને મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે હવે જોવાનું રહ્યું કે ચેન્નઇ સુપરકિંગ્સ પોતાની હારનો બદલો આજની મેચમાં લે છે કે નહીં. બંને ટીમો પોતાના IPLની અભ્યાની શરૂઆત વિજયથી શરૂઆત કરવા માગશે. જેથી આજની મેચ ખૂબ જ રોમાંચક થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે