અમદાવાદ : TATA IPL 2023ની 13મી મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત સ્ટેટ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર વચ્ચે મેચ રમાશે. જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચના આગળના દિવસે દર્શકો ટીશર્ટની ખરીદી કરવા માટે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગુજરાતી ટીમને સપોર્ટ કરી રહ્યા છે. સાથે આવતીકાલે ગુજરાત ટાઇટન્સ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત રાખે તેવી આશા રાખી રહ્યા છે.
ગુજરાત ટાઈટન્સનું વધારે વેચાણ : વેપારી આસિફે જણાવ્યું હતું કે, હું મુંબઈથી ટીશર્ટ વેચવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવ્યો છું. આ પહેલા દિલ્હી ટીશર્ટ વેચવા પહોંચ્યો હતો. દેશની અંદર જેટલા સ્ટેડિયમમાં મેચ રમવાની છે. તે તમામ મેચ ટી શર્ટ મેચમાં હું જાઉં છું, પરંતુ સૌથી વધુ ટીશર્ટ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોરની વહેંચાઈ રહી છે. જ્યારે અમદાવાદ ખાતે અત્યાર સુધીમાં સૌથી વધુ ગુજરાત ટાઇટન્સની ટીશર્ટ વહેંચાય છે.
ટીશર્ટ 200 રૂપિયા ભાવ : ટીશર્ટ હાલમાં 200 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. આ મેચ પૂર્ણ થયા બાદ અમે ગુહાવટી, કલકત્તા, બેંગ્લોર જેવા શહેરોમાં પણ ટીશર્ટ વેચવા જઈશું. આજના દિવસ સુધીમાં 60થી વધુ ટીશર્ટ વહેંચાય છે. હજુ આવતીકાલે વધારે ટીશર્ટ વેચાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ મેચ પહેલા અમે દિલ્હીમાં ટીશર્ટ વેચવા ગયા હતા. પરંતુ એટલા મોટા પ્રમાણમાં ટીશર્ટ વહેંચાઈ ન હતી. તેની સરખામણીમાં ગુજરાતમાં વધારે ટીશર્ટ વહેંચાઈ રહે છે.
હોમટાઉન ટીમના ટીશર્ટ : વધુમાં જણાવ્યું હતું કે, હોમ ટીમમાં સૌથી વધુ ટીશર્ટ વેચાઈ છે. જોકે પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ કરતા ચેન્નઇ સુપર કિંગ્સની વધારે ટીશર્ટનું વેચાણ થયું હતું. પરંતુ મોટાભાગના શહેરમાં હોમ ટીમની ટીશર્ટનું વેચાણ સૌથી વધુ હોય છે અને સૌથી વધુ માંગ તે તેમના સ્ટાર પ્લેયરની જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદમાં હાર્દિક પંડ્યાના ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહે છે.
આ પણ વાંચો : Amit Mishra Krunal Pandya Video: 40 વર્ષના બોલરની સ્ફુર્તી પર ફિદા થયો પંડ્યા, જુઓ વીડિયો
ગુજરાત ટાઈટન્સ જીતશે : દર્શક અફઝલ પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ સતત બે મેચ જીતીને ફરી એકવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તા સામે મેચ રમવા ઉતરી છે. આ મેચને લઈને અમે ભારે ઉત્સાહિત છીએ. કોલકત્તાની સરખામણીમાં ગુજરાતની ટીમની બેટિંગ અને બોલિંગમાં મજબૂત છે. જેથી કોલકત્તા સામે ગુજરાતની ટીમ આસાનીથી વિજય મેળવશે. કેન વિલિયમ્સ એ ટીમ માટે નુકસાનકારક છે, પરંતુ તેનું રિપ્લેસમેન્ટ સારા ખેલાડીનું થયું છે. જેના કારણે ગુજરાતીને કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થશે નહીં.
આ પણ વાંચો : TATA IPL 2023: રવિવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
પરિવાર સાથે પહોંચીશ : દર્શક અજય મહિડા એ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા વચ્ચેની મેચને ખૂબ ઉત્સાહિત છીએ. ગુજરાતી ટીમને સપોર્ટ કરવા માટે અમે અહીંયા ટીશર્ટ ખરીદી કરી રહ્યા છે. આવતીકાલની મેચ જોવા હું મારા પરિવાર સાથે સ્ટેડિયમમાં હાજર રહીશ અને ગુજરાતી ટીમ સપોર્ટ કરીશ. આવતીકાલની મેચમાં ગુજરાત ફરી એકવાર જીત મેળવીને પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને પહોંચશે.