ETV Bharat / state

IPL 2023 : હોમગ્રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો બદલો લેવા ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે

આવતીકાલે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે 35મો મેચ યોજાશે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સ પોતાની હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

IPL 2023 : હોમગ્રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો બદલો લેવા ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે
IPL 2023 : હોમગ્રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો બદલો લેવા ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે
author img

By

Published : Apr 24, 2023, 3:03 PM IST

આવતીકાલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ

અમદાવાદ : TATA IPL 2023ની શાનદાર અને રોમાંચક મેચ રમાઈ રહી છે. દરેક મેચમાં દર્શકોનો ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે ફરી એકવાર સૌથી વધુ IPL ટાઇટલ જીતનારી મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સની મેચ રમાશે. ત્યારે આ વખતે ગુજરાત ટાઇટન્સ ગત વર્ષની પોતાની હારનો બદલો લેવા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે.

ગુજરાત ટાઇટસ હારનો બદલો લેવા ઉતરશે : ગુજરાત ટાઈટન્સને ગત વર્ષે મુંબઈ ઇન્ડિયન પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ પાંચ રને ગુજરાતને હાર આપી હતી. ત્યારબાદ ફરી એકવાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ એકબીજા સામે ટકરાય રહ્યા છે. ત્યારે ગુજરાત પોતાનો હોમ ગ્રાઉન્ડમાં પોતાની મળેલી ગત વર્ષનો હારનો બદલો લેવા ઉતરશે. પરંતુ આ વર્ષે ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં ત્રણ મેચ રમી છે. જેમાંથી બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત મેળવી શકે છે કે નહીં.

આ પણ વાંચો : IPL Points Table : ડુ પ્લેસિસે ઓરેન્જ કેપ, સિરાજ અને અર્શદીપે પર્પલ કેપની રેસમાં કબજો કર્યો

છેલ્લી બે મેચમાં એક હાર્યા એક જીત : બંને ટીમની છેલ્લી બે મેચની વાત કરવામાં આવે તો, ગુજરાત ટાઈટન્સ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર 3 વિકેટે હાર થઈ હતી, જ્યારે લખનઉ સામે 7 રને વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો, હૈદરાબાદ સામે 14 રને વિજય મેળવ્યો હતો. ત્યારે બીજી બાજુ પંજાબ સામે 13 અને તેમની હાર થઈ હતી.

આ પણ વાંચો : IPL Arshdeep Singh: સતત બે બોલમાં અર્શદીપ સિંહે સ્ટમ્પ તોડી નાખ્યા, IPLને આટલા લાખનું નુકસાન

ગુજરાત ટાઈટન્સ ટોપનું સ્થાન મેળવવાનો પ્રયાસ : આવતીકાલે સાંજે 7:30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે, જ્યારે બંનેના પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો, ગુજરાત હાલ છ મેચમાંથી ચાર મેચમાં જીત અને બે મેચમાં હાર મળી છે. જેના કારણે ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે બિરાજમાન છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ છ મેચમાંથી ત્રણ મેચમાં હાર અને ત્રણ મેચમાં જીત મેળવી છે. જેથી મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. ત્યારે બંને ટીમો આજે જીત મેળવીને પોતાના પોઇન્ટ ટેબલમાં સુધારો કરવા માંગશે. જો ગુજરાત ટાઇટન્સ આવતીકાલે મુંબઈ ઇન્ડિયન્સને હરાવશે તો ગુજરાત ટાઈટન્સ ટોપ પર પહોંચી જશે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ જીતશે તો ટોપ ચારમાં સ્થાન મેળવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.