અમદાવાદ : આજથી બે મહિના સુધી ફટાફટ ક્રિકેટની રમઝટ જોવા મળશે. વિશ્વના તમામ સ્ટાર ક્રિકેટરો ભારતીય પ્રીમિયર લીગમાં એક સાથે રમતા જોવા મળશે. આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગે ઓપનિંગ સેરેમની યોજાશે. ત્યારબાદ 7:30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ મેચ રમાશે.
સાંજે 6 વાગે ઓપનિંગ સેરેમની : TATA IPL 2023 ઓપનિંગ સેરેમની આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6:00 વાગે શરૂ થશે. અંદાજે આ ઓપનિંગ સેરેમની 45 મિનિટ ચાલશે. જેની અંદર દક્ષિણ ભારતના સ્ટાર એક્ટર રશ્મિકા મંધાના તમન્ના ભાટિયા તેમજ બોલીવુડના સિંગર અર્જિત સિંહ કેટરીના કેફ સહિતના સ્ટાર કલાકારો પરફોર્મન્સ કરશે. આ સમયે એ પણ આતસ્વાજી પણ કરવામાં આવશે.
સ્ટેડિયમ બહાર ટી શર્ટ વેચાણ ચાલુ : સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટી શર્ટનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં ગુજરાત ટાઇટલ્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તેની ટીશર્ટ સૌથી વધુ વેચાણ થઈ રહી છે, ત્યારે બીજી બાજુ ભારતના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીની ટી શર્ટની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : IPL 2023 : સિઝનની પહેલી મેચને લઈને ખેલાડીઓ મેદાનમાં પરસેવો પાડતા મળ્યા જોવા
હાઇસ્કોરિંગ મેચ થાય તેવી શક્યતા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હંમેશા બેટિંગ પીચ છે, ત્યારે આજની મેચમાં પણ હાઈસ્કોર મેચ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ગત ટી 20 મેચમાં આજ મેદાન પરથી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં પણ બંનેના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા હતા. જેથી કહી શકાય છે કે આજની મેચમાં હાઈસ્કોર મેચ જોવા મળી શકે છે. દર્શકોને ચોગા છક્કાની રમઝટ પણ જોવા મળી છે.
આ પણ વાંચો : IPL 2023 : સ્ટેડિયમ બહાર ટી શર્ટ-ટોપીનું વેચાણ, કેપ્ટન કુલ વાળી વસ્તુની માંગ વધુ
ડેથ ઓવર બંનેની નબળાઈ : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની ડેથ ઓવરની વાત કરવામાં આવે તો બંનેની નબળાઈ જોવા મળી આવે છે. જોકે બંનેની બેટિંગ લઈને ખૂબ જ મજબૂત છે. પરંતુ બોલિંગમાં જોવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ્સ માટે બેન સ્ટોક્સ શરૂઆતોની મેચમાં બોલિંગ કરી શકે તેમ નથી. ત્યારે દીપક ચહર અને મુકેશકુમાર પણ ઇજાગ્રસ્ત હોવાથી IPLમાં રમી શકશે નહીં. જ્યારે ગુજરાત ટાઇટલ્સમાં ડેથ ઓવરના કોઈ સ્પેશલિસ્ટ બોલર જોવા મળતા નથી.