હાલ ચર્ચામાં આવેલાં નિત્યાનંદ આશ્રમના મામલે પોલીસ કમિશ્નરને તપાસનો આદેશ કરાયો છે. હાથીજણમાં આવેલાં આ આશ્રમ વિરૂદ્ધ દીકરીને માતા-પિતાએ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેઓ જણાવી રહ્યાં છે કે, "તેમની દીકરીને આશ્રમમાં ગોધી રાખીને તેની પર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે છે. આથી, આશ્રમ વિરૂદ્ધ કડક પગલામાં લેવામાં આવે."
આ સમગ્ર ઘટના હાલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. પરીણામે રાજ્ય સરકારના મહિલા આયોગ અને બાળ મહિલા આયોગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ પોલીસને પણ આ ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ કરાયો છે.