અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) ભાજપ 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને અમિત શાહનો જે લક્ષણ હતું તે પૂર્ણ થતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સવ જેવો માહોલ છે, ત્યારે ગાંધીનગરના કમલમ ખાતે તમામ ચૂંટાયેલા નવા ધારાસભ્ય સહિત ભાજપના જ નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સતત ચૂંટણી પહેલાના સમયથી આંતરિક જૂથવાદના લીધે સતત ચર્ચામાં રહેલા ગોંડલ વિધાનસભા બેઠકના (Gondal assembly seat) ગીતાબા જાડેજાએ (BJP MLA Geetaba Jadeja) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
ગીતાબા જાડેજાએ ETV Bharatસાથે વાતચીત શું કહ્યું : ગીતાબા જાડેજાએ ETV Bharatસાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું કે, મને ફરીથી સ્વીકારી છે. ગોંડલની પ્રજાથી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. વિકાસના કાર્યની જે અપેક્ષાઓ હશે તેને પૂરી કરવા માટે અમે હંમેશા તત્પર રહીશુ. ગોંડલ એ ભગવતસિંહજીનું છે અને ગોંડલમાં વિકાસ હંમેશા રાજાશાહી વખતથી છે. અત્યારે પણ ગોંડલમાં વિકાસ સોળે કળાએ ખીલ્યો છે અને આવનારા દિવસોમાં પણ ગોંડલનો વિકાસ પૂરી રીતે થાય એવા અમે પ્રયાસ કરીશું.
ગીતાબા જાડેજાએ કહ્યું ગોંડલ હંમેશા કોંગ્રેસમુક્ત રહ્યું છે : ગોંડલ બેઠક એ જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી આવે છે, ત્યારે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે કારણ કે, ગોંડલમાં ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળે છે અને સાથે સાથે એક જ પરિવારમાં પણ વિવાદ જોવા મળી રહેતા હોય છે. ગોંડલ બેઠક હંમેશા ચર્ચાનો વિષય બની છે એના વિશે વાત કરતા ગીતાબા જાડેજા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હંમેશા વિવાદ રહેતો હોય છે. આ વખતે પણ ઘણો વિવાદ રહ્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખ્યો અને અત્યારે હું સામે છું. આમ આદમી પાર્ટી ને તો કોઈએ સ્વીકારી જ નથી અને ગોંડલ તો હંમેશા જ કોંગ્રેસમુક્ત રહ્યું છે.