અમદાવાદ ડેસ્ક: રાજ્ય સરકાર હંમેશા શ્રમિકોની વારે આવે છે. શ્રમિકોને રોજગારી થી લઇને સસ્તા ભોજનની જરૂરીયાત સરકાર પૂરી પાડે છે. ત્યારે આગામી તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે. શ્રમિકો ને લગતી ફરિયાદો માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કેસ એન્ડ કલેઇમ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓનલાઇન ઇન્સ્પેકશન કમ કોમ્પ્લાયન્સ સિસ્ટમનું લોન્ચિંગ કરાશે. આ સાથે શ્રમિકોને વિવિધ યોજના સહાય વિતરણ "શ્રમયાત્રા" પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે.
-
આગામી પહેલી મે ગુજરાત સ્થાપના દિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે..#internationalworkersday #Gujarat pic.twitter.com/Ahg8padveX
— Gujarat Information (@InfoGujarat) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">આગામી પહેલી મે ગુજરાત સ્થાપના દિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે..#internationalworkersday #Gujarat pic.twitter.com/Ahg8padveX
— Gujarat Information (@InfoGujarat) April 27, 2023આગામી પહેલી મે ગુજરાત સ્થાપના દિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે..#internationalworkersday #Gujarat pic.twitter.com/Ahg8padveX
— Gujarat Information (@InfoGujarat) April 27, 2023
સરકાર હરહંમેશ પ્રયત્નશીલ: રાજય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજયના શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. શ્રમિકોને પ્રોત્સાહિત કરવા માટે આગામી તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી દ્વારકા હોલ,સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. ઋષિકેશ પટેલએ ઉમેર્યુ કે,રાજયના મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તાજેતરમાં શ્રમિકોના દૈનિક વેતન માં પણ વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી નિમિત્તે શ્રમિકોને લગતી ફરિયાદો માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ બનાવાશે. જેમાં કેસ એન્ડ કલેઇમ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત શ્રમિકો તેમને મળવા પાત્ર , ગ્રેજ્યુઇટી, નોકરીમાં પુનઃ સ્થાપના કેસ તથા વિવિધ ઔદ્યોગિક માંગણી અંગેના કેસો અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. આ ઉપરાંત ઓનલાઇન ઇન્સ્પેકશન કમ કોમ્પ્લાયન્સ દ્વારા શ્રમ કાયદા હેઠળ કરવામાં આવતાં સંસ્થાઓના નિરીક્ષણ તથા તે સંદર્ભે સંસ્થા દ્વારા ઓનલાઇન ક્ષતી પૂર્તતા થઇ શકશે.
આ પણ વાંચો SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ, PM મોદી વિડીયો કોનફરન્સથી તમામ જિલ્લામાં સંબોધન કરશે
શ્રમ યાત્રા પુસ્તિકા: તેમણે ઉમેર્યું કે આ ઉપરાંત ગુજરાત લેબર વેલફેર બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માં લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના પણ સહાયનું વિતરણ કરાશે. આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા છેલ્લા પ વર્ષમાં કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સભર ‘શ્રમયાત્રા’ પુસ્તિકાનું વિમોચન.અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન સંચાલિત ઇન્ડસ્ટ્રીયલ હાયજીન કોર્સ સર્ટિફિકેટ વિતરણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું
શ્રમિક અન્નપૂર્ણાની શરૂઆત: ગુજરાત સરકારે તારીખ 18 જુલાઈ, 2017 ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂપિયા 5/- ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે તારીખ 8 ઓક્ટોબર, 2022 થી આજ દિન સુધી 1.83 લાખથી પણ વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન લીધું છે. અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂપિયા 5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, દાળ ભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્ન નો પણ સમાવેશ કરવામાં આવે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના 2022-23: ગુજરાત સરકાર વર્ષ 2022-23 ના બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 85 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે "કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથેની રહેણાકની વ્યવસ્થા શ્રમિક પરિવાર માટે ખુશહાલી લાવશે." શ્રમિકોને 5 રૂપિયા સામાન્ય દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને વધુને વધુ લોકોને લાભ આપવામાં આવશે.
શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ: બાંધકામ શ્રમિકોને કામના સ્થળ થી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ITI ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે પણ 239 કરોડ ફાળવવામાં આવ્યા છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે 155 કરોડની જોગવાઈ કરાઈ છે.