અમદાવાદ : સાબરમતી જેલમાં પીપીઇ કીટ બાબતે DYSP ડી.વી. રાણા એ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સાબરમતી જેલમાં અત્યાર સુધીમાં ફક્ત માસ્ક જ બનાવવામાં આવતાં હતાં.. જેનો અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રાયમરી લેવલ પર 50,000 ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. ઉપરાંત હવે પીપીઇ બનાવવાનું શરૂ કર્યું છે, પ્રાથમિક તબક્કામાં અત્યારે ફક્ત 20 કિટ જ બનાવવામાં આવી છે. પણ આવનારા 2 મહિનામાં 2500 જેટલી પીપીઇ કિટ બનાવવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જો આ કિટ સક્સેસ થશે તો રાજ્યની બીજી સેન્ટ્રલ જેલમાં પણ આવી જ પીપીઇ કિટ તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યની પોલીસને પીપીઇ કિટ પ્રાપ્ત થઈ શકી નથી જેથી હવે સાબરમતી અને અન્ય સેન્ટ્રલ જેલમાં જે પીપીઇ કીટ તૈયાર કરવામાં આવશે તે સૌ પ્રથમ પોલીસને આપવામાં આવશે ત્યારબાદ મેડિકલ વિભાગને આપવામાં આવશે.
સાબરમતી જેલમાં કેદીઓ હવે પીપીઇ કીટ બનાવશે - જેલ કેદીઓ
રાજ્યમાં કોરોનાનો કેર જામેલો છે, જ્યારે હવે જે રીતે કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે ત્યારે પોલીસ અને મેડિકલ ટીમને માસ્ક અને પીપીઇ કિટની અછત પણ દેખાઈ રહી છે જેથી હવે સાબરમતી જેલમાં પણ કેદીઓ દ્વારા પીપીઇ કિટ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પ્રથમ તબક્કામાં બનેલ પીપીઇ કીટ સાબરમતી જેલમાં અને ત્યારબાદ પોલીસ સ્ટાફને આપવામાં આવશે.