ETV Bharat / state

Indian Railway Catering and Tourism Corporation: IRCTC દ્વારા નવા વર્ષમાં વધુ 3 ટ્રેન શરૂ કરવામાં આવશે - IRCTCનવા વર્ષમાં 3 ટ્રેન શરૂ

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજિનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ત્રણ વિશેષ પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવશે.જેમાં શ્રી રામાયણ યાત્રા, શ્રી રામપથ યાત્રા અને દરગાહ જીયારત સ્પેશ્યલ અને તેની સાથે દક્ષિણ ભારત દર્શન ટ્રેન પણ ચાલવામાં આવશે.ટ્રેનમાં કોવિડને લઈને પહેલા જેવી જ ગાઈડલાઈનનું મુસાફરોએ પાલન કરવાનું રહેશે.

Indian Railway Catering and Tourism Corporation: IRCTC દ્વારા નવા વર્ષમાં વધુ 3 ટ્રેન શરૂ કરવામાં આવશે

author img

By

Published : Dec 17, 2021, 8:18 PM IST

અમદાવાદઃ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજિનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ત્રણ વિશેષ પ્રવાસી ટ્રેનો( IRCTC launches 3 trains in new year )ચલાવવામાં આવશે. IRCTC નવા વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ 2022 માં ત્રણ પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનો જેમાં શ્રી રામાયણ યાત્રા, શ્રી રામપથ યાત્રા અને દરગાહ જીયારત સ્પેશ્યલ અને તેની સાથે દક્ષિણ ભારત દર્શન ટ્રેન(South India Darshan Train ) પણ ચાલવામાં આવશે.

અમદાવાદથી ઉપડશે ટ્રેન

આ તમામ ટ્રેનો અમદાવાદના સાબરમતીથી અને દરગાહ જીયારત સ્પેશ્યલ મુંબઈથી શરૂ થશે અને પરત આવશે. આ પેકેજમાં ટિકિટ, ભોજન માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ,રૂમની સુવિધા, ટૂર એસ્કોર્ટ, સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ હશે. મુસાફરો ઓનલાઈન ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી ટિકિટ બુકિંગ (Train ticket booking )કરાવી શકશે.

કોવિડને લઈને વ્યવસ્થા

ટ્રેનમાં કોવિડને લઈને પહેલા જેવી જ ગાઈડલાઈનનું મુસાફરોએ પાલન કરવાનું રહેશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની (First aid in the train)વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડૉક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને તો એક અલગ કંપાર્ટમેન્ટની પણ વ્યવસ્થા રહેશે.

IRCTC દ્વારા કેવડીયામાં બજેટ હોટલ બનશે

IRCTC દ્વારા કેવડિયામાં બજેટ હોટેલની સ્થાપના થશે.જેનું 13 ડિસેમ્બર 2021 ના દિવસે ભુમી પૂજન કરવામાં આવ્યું છે. 2023 માં બજેટ હોટેલ સ્ટાર્ટ થઈ જવાની IRCTC ની ગણતરી છે.

તેજસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે

મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદથી ચાલતી તેજસ ટ્રેન અઠવાડિયામાં ચાર દિવસની જગ્યાએ હવે અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. એટલે કે બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર.

આ પણ વાંચોઃ અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું: કેપ્ટન અમરિંદર

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.