આ અંગે અચલ જોશી જણાવે છે કે, "અમારો આ પ્રકારના ડાન્સ શો પાછળનો હેતુ લોકોને ડાન્સ કરતા લોકોને પૂરતી સમજણ આપી તેમને કોરિયોગ્રાફર બનાવવાનું છે. આજના યુવાનોને ડાન્સ પ્રત્યે પૂરતી સમજણ નથી, અને તેઓ ફક્ત જે રીતે ટીવી કે સિનેમામાં જોવે છે તે મુજબ જ કરવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ અમે ઇચ્છીએ કે તેઓ પોતાની રીતે એક નવું કરે અને નવું શીખે જેથી તેઓ પોતાનું આ ફિલ્ડમાં કરિયર બનાવી શકે. સારો ડાન્સ કરવો એ દરેકને ગમે છે અને અમદાવાદીઓ ડાન્સના ખૂબ જ શોખીન છે પરંતુ એ જ ડાન્સ જ્યારે તેમને પૂરેપૂરી ટેકનીક અને કોરિયોગ્રાફી સાથે શીખવાડવામાં આવે ત્યારે તેઓ એ શોખ નહીં પોતાનું કરિયર ની રીતે જોવા લાગે છે અને અમે અમદાવાદના લોકોને ડાન્સનો ખરો અર્થ શીખવાડવા માંગીએ છીએ.
