અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પોલીસનો લોંખડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે રાત્રે 8 વાગે અમદાવાદ પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. 9મી એટલે કે આજે માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહેલી મેચ નિહાળશે.
શું હશે સમગ્ર કાર્યક્રમ : મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9મી માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. જેમાં બંને દેશના વડાપ્રધાન ટોસ સમયે મેદાનમાં જોવા મળે અને કોમેન્ટ્રી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 9 માર્ચના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટેસ્ટ મેચ જોવા પહોચ્યા બાદ પરત ગાંધીનગર જવા રવાના થશે અને બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાઈ દિલ્હી જવા માટે રવાના થશે.
આ પણ વાંચો : PM Narendra Modi in Gujarat: PM મોદી પહોંચ્યા અમદાવાદ, 9 માર્ચે ઓસ્ટ્રેલિયાના PM સાથે નિહાળશે ટેસ્ટ મેચ
પોલીસ વિભાગનો કેવો બંદોબસ્ત ગોઠવાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક 112 PSI, DIG, 20 ACP, 52 PI, 11 DCP, તેમજ 2,855 જેટલા હેડ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ ASI બંદોબસ્તમાં તૈનાત રહેશે. તાજ સ્કાયલાઈન ITC, નર્મદા હોટેલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે ટ્રાફિક પોલીસનો અલગથી બંદોબસ્ત રસ્તાઓ પર જોવા મળશે.
આ પણ વાંચો : PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝ નમો સ્ટેડિયમ પહોંચ્યા
ટિકિટ નો ભાવ : ઉલ્લેખનીય છે કે, આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સ્ટેડિયમમાં રહેશે. મેચ લઈને APMCથી મોટેરા જતી મેટ્રો ટ્રેનમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. મેચમાં મોટા પ્રમાણમાં દર્શકો હાજર રહેશે. આ ઉપરાંત ક્રિકેટ જોવા મટે ભાજપની વિશેષ વ્યવસ્થામાં તમામ વોર્ડમાંથી AMTS બસનું કરવામાં આયોજન કરવામાં આવ્યું છે. સુત્રો અનુસાર ટિકિટ નો ભાવ પણ 200 રૂપિયા કરવામાં આવ્યા છે.