અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બોર્ડ ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ મેચ આજે શરૂ થઈ છે. ત્યારે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ મેચ જોવા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા છે. ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે એક બાળકનું અનોખું દ્રશ્ય નરેન્દ્ર મોદીને લઈને સામે આવ્યા છે.
બાળ નરેન્દ્ર મોદી : બાળક અલકશેન્દ્રએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને ખૂબ જ ગમે છે અને મારું સપનું છે કે એવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળવા આવ્યો છું. જેને લઈને હું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેશભૂષા ધારણ કરીને અહીંયા આવ્યો છું. જો હું વડાપ્રધાનને મળીશ તો મને ખૂબ જ સારું લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે હું સુરતથી અમદાવાદ સ્પેશિયલ આવ્યો છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બંને એક સાથે અહીંયા ઉપલબ્ધ છે જે પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય છે.
સવારથી મોટી સંખ્યા ભીડ ભેગી થઈ : પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સવારના 4 વાગ્યાથી જ અહીં લોકોએ આવવાની શરૂઆત કરી દીધી હતી. મેચ શરૂ થયા બાદ પણ પ્રેક્ષકો અહીંયા આવી રહ્યા છે. માત્ર અમદાવાદ નહીં. પરંતુ સમગ્ર ગુજરાતમાંથી જામનગર, વડોદરા, રાજકોટ, સુરત, પાલનપુર સહિતના શહેરોમાંથી પણ દર્શકો તિરંગા સાથે પહોંચી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં ભારતનો તિરંગો ટોપી, ટી શર્ટનું પણ વેચાણ માટે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સ્ટેડિયમની બહાર ભારત માતાકી જય અને મોદીના નારા પણ સામે આવ્યા હતા.
વધુ એક રેકોર્ડ સર્જાશે : અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક રેકોર્ડ તો સ્ટેડિયમ છે. પરંતુ આજે વધુ એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે કે, ક્રિકેટના ઇતિહાસની અંદર સૌથી પહેલી વખત કોઈ ટેસ્ટ મેચની અંદર એક લાખથી પણ વધુ પ્રેક્ષકો મેચ જોવા આયા હોય આજે મોટી સંખ્યામાં પ્રેક્ષકો અહીંયા પહોંચ્યા છે. સ્ટેડિયમ પણ ખેચોખી ભરેલું જોવા મળી રહ્યું છે. જેથી આજે પણ સ્ટેડિયમના નામે વધુ એક રેકોર્ડ જોડાશે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવતી વખતે કોઈપણ પ્રકારની ટિકિટ ચેક કરવામાં આવતી નથી માત્ર પાણીની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ બહાર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : India vs Australia : સ્ટેડિયમ બહાર લાગ્યા મોદીના નારા, દર્શકો મોદીની ઝલક જોવા માટે આતુર
ધારાસભ્ય સ્ટેડિયમ પહોંચ્યા મેટ્રો દ્વારા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને લાવવા માટે ખાસ એએમટીએસ બસની પણ સુવિધા પૂરી પાડવામાં આવી છે. બીજી બાજુ મેટ્રોનો સમય પણ વધારવામાં આવ્યો છે. સહેલી સવારથી જ મેટ્રોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી હતી. સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ પણ સવારે મેટ્રોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
બહારથી આવેલ પ્રેક્ષકો મુશ્કેલીમાં મુકાયા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર અમદાવાદની પરંતુ બહારના મોટા સિટીમાંથી પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી તે પહેલા જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા હતા. કારણ કે, તેમની સાથે રહેલી બેગ ફરજિયાત બહાર મૂકવાની ફરજ પડી શકે તેમ હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા પણ બહાર રાખવામાં સૂચના આપવામાં આવી હતી. જેના કારણે બહારગામથી આવેલા લોકોએ પોતાની બેગ બહાર અથવા તો કોઈપણ દુકાને કિંમત ચૂકવીને બેગ મુકવાની ફરજ પડી છે.