- ઉત્તરાયણ પહેલા ઘાયલ પક્ષીઓની સંખ્યા વધી
- લોકોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અબોલ પક્ષીઓ
- 80 ટકા કિસ્સામાં પક્ષીઓના મોત થવાની જ શક્યતા
અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો છવાઇ જાય છે, પતંગ ઉડાવવાની લોકો મજા લેતા હોય છે અને આ બધાની વચ્ચે અબોલ પક્ષીઓના અવાજ કોઈપણ નથી સાંભળતું. પતંગ ચગાવવા માટેની દોરીમાં કાચ હોય છે, જેના કારણે પક્ષીઓ મોતને ભેટે છે તો કેટલાક પક્ષીઓની પાંખો કપાઈ જાય છે.
ઘાયલ થયેલા 2000થી વધુ પક્ષીઓની સંખ્યા
એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં દર વર્ષે ઉત્તરાયણના દિવસ દરમિયાન બે હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થાય છે અને અનેક પક્ષીઓ દોરી લાગવાના કારણે મોતને પણ ભેટે છે. સૌથી વધુ સાંભળી કબૂતર કાગડા જેવા પક્ષીઓ ઉત્તરાયણના દિવસોમાં દોરી કપાવાથી ઘાયલ થતાં હોય છે.
પંતગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સારવાર માટે કેન્દ્ર લાવતા પહેલાં અનેક બાબતોની કાળજી રાખવી જરૂરી બને છે. જે પક્ષીમાંથી લોહી નીકળતું હોય તો તેને કોટનનું કપડું બાંધી અને વિટામિન્સ પણ કરી શકાય, તો સાથે જ પક્ષીને પાંખમાંથી કે અન્ય જગ્યાએથી દોરા કાઢવાનો પ્રયાસ ન કરવો જોઇએ. કારણ કે તેનાથી પક્ષીઓને નુકસાન થતું હોય છે.
દર વર્ષે ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં આ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તે પ્રકારના કામ આપણે જ કરવાના છે. વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ આકાશમાં વિહરતા હોય તે સમયે આપણે પંતગ ચગાવવાનું ટાળવું જોઈએ.