ETV Bharat / state

Ahmedabad Crime: લાંચ કેસમાં એડિશનલ કમિશનરની ભાગવામાં મદદ કરનાર કમિશનરની ધરપકડ - Ahmedabad CBI Action

CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને એક કેસની ચાલી રહેલી તપાસમાં અમદાવાદના આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: લાંચ કેસમાં એડિશનલ કમિશનરની ભાગવામાં મદદ કરનાર કમિશનરની ધરપકડ

author img

By

Published : Apr 18, 2023, 2:27 PM IST

અમદાવાદઃ સીબીઆઈએ તારીખ 12 ઓક્ટોબર 2022 ના રોજ 30 લાખની લાંચ કેસમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સૂચનાના આધારે અધિક કમિશનર સામે કેસ નોંધ્યો હતો. જેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં આસી. કમિશનર તરીકે રહેલા અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: એક લાખમાં આવાસ યોજનામાં મકાન આપવાના નામે કરવામાં આવે છે છેતરપિંડી

આવો આક્ષેપ હતોઃ જે કેસમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તત્કાલીન આવકવેરાના આસિસ્ટન્ટ કમિશનર વિવેક જોહરીએ ગુજરાત રાજ્યની ACB દ્વારા 4 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલી ટ્રેપની કાર્યવાહી દરમિયાન હોબાળો કરીને મદદ કરીને એડિશનલ કમિશનરને તેમની ઓફિસમાંથી ભાગી જવામાં મદદ કરી હતી. જેના કારણે એમની સામે ગુનો બન્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તત્કાલીન એડિશનલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ (સેન્ટ્રલ રેન્જ-1), અમદાવાદે સ્ટેટ એસીબીની તપાસમાંથી છટકી જતા પહેલા મદદનીશ કમિશનરને બે મોબાઈલ હેન્ડસેટ આપ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Bridge Conditions: કુલ 82 બ્રીજનું નિરિક્ષણ થશે, 3 કંપનીને જવાબદારી

મોબાઈલ ફેંકી દીધાઃ તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનરે આવકવેરાના એડિશનલ કમિશનરના કહેવાથી સાબરમતી નદીમાં બે મોબાઇલ ફેંકી દીધા હતા. સીબીઆઈએ ડાઈવિંગ ઈક્વિપમેન્ટ અને સોનાર ટેક્નોલોજીથી સજ્જ રિમોટલી ઓપરેટેડ વ્હીકલનો ઉપયોગ કરીને ડાઈવર્સ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ રિકવર કર્યા છે. ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ કમિશનર ઇન્કમટેક્ષ વિવેક જોહરીને અમદાવાદની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી 17 એપ્રિલ 2023 સુધીના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે વધુ તપાસ CBI દ્વારા હાથ ધરાઈ છે. આ કેસમાં કંઈ મોટા ખુલાસા થવાની પૂરી આશંકા છે. જુનિયર અધિકારીઓ જ્યારે આ કેસમાં તપાસ હેતુ રોકાયા એ સમયે મુખ્ય અધિકારી ભાગી ગયો હતો. સર્વોચ્ચ અદાલતે એમના જામીન પણ રદ્દ કરી દીધા હતા. પણ તેઓ એજન્સીને સરેન્ડર થયા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.