મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, રાજ્યના વૃક્ષાચ્છાદિત વિસ્તારોના જનત માટે 18 સાંસ્કૃતિક વનની નિભાવણી કરવા અધિકારીઓ જવાબદાર રહેશે. 70માં વન મહોત્સવ દરમિયાન 10 કરોડ રોપાનું વિતરણ કરાશે. ગુજરાતનો વન વિસ્તાર 11.61 ટકા છે. તેને વધારવા માટે વધારે વૃક્ષો વાવવા માટેના આદેશ કરી રૂપાણીએ વન વિભાગના અધિકારીઓને ટારગેટ પ્રમાણે કામ કરવા સૂચન કર્યું છે.
રાજ્યમાં એક વૃક્ષ કપાય તો સામે બે વૃક્ષ વાવવા પણ તેમને વન વિભાગને સૂચના આપી છે. અમદાવાદના જડેશ્વરમાં 8.55 હેક્ટરમાં અમદાવાદનું પ્રથમ સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે. 70માં વનમહોત્સવ પ્રસંગે રાજ્યના 33 જિલ્લા, 8 મહાનગરો, 250 તાલુકા મથકો અને 5020 ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે.
વિજય રૂપાણીએ આદેશ કર્યો છે કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાહેર માર્ગોને વૃક્ષથી સુશોભિત કરવામાં આવશે. ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો વાવવા જોઇએ. ખાસ કરીને ફુલછોડ માટે તેમણે વધારે આગ્રહ કર્યો છે. આ ઉપરાંત મીડિયા દ્વારા મુખ્યપ્રધાન વિજય રુપાણીને મોબ લિંચિંગની ઘટનાઓ અંગે સવાલ કર્યો હતો. મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોબ લિંચિંગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોધરાની ઘટના ફરી એકવાર લોકોના રક્ષણ પર સવાલ ઉભા કરી રહી છે.
જય શ્રી રામના બોલતા ગોધરામાં 3 યુવકોને ઢોર માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ઠંડી પ્રતિક્રિયા આપતા CM વિજય રૂપાણીએ યોગ્ય તપાસની ખાતરી આપી છે. તેમજ તપાસના આદેશ પણ આપ્યા છે. પરંતુ કાયદાને હાથમાં લેતા અસામાજિક તત્વો પર રોક લગાવા માટેના સરકાર પ્રયત્ન કરતા નથી.