અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ગૃહ રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ગોતા વિસ્તારમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની ૨૦૦મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમના આયોજનની સાથે-સાથે રક્તદાન શિબિર અને દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને લઇને ૨૫,૦૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી મુલાકાત આ પ્રસંગે ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જણાવ્યું કે, સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ શરૂ કરીને ખેડૂતોને ધિરાણ માટેની સુવિધા અને સગવડ પૂરી પાડવામાં એડીસી બેન્ક મંગળવારે અગ્રેસર બની છે. ખુબ વિપરિત સંજોગો અને વિકટ પરિસ્થિતિનો સામનો કરીને એડીસી બેન્કે મંગળવારે સમગ્ર દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે અને કોં.આપરેટિવ સેક્ટરમાં પણ વિશ્વસનીય સ્થાન ધરાવે છે. એડીસી બેન્ક ગામડે-ગામડે ફરીને નેશનલ બેન્કોની જેમ આધુનિક સુવિધાઓ પણ આપતી બેન્ક પણ થઇ ગઇ છે. મંગળવારે નાની-મોટી તમામ બેન્કોની અંદર વધતુ-ઓછું એનપીએ દેખાઇ આવે છે. પરંતુ, એડીસી બેન્કે 0 ટકા એનપીએ રાખ્યું છે. આ તેની એક સિદ્ધિ કહી શકાય.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની 200મી શાખાનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, એડીસી બેેન્ક ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ સતત પ્રગતિ કરી છે અને રાષ્ટ્રહિતના નિર્માણને લઇને આગળ વધી રહી છે. આ બેન્ક પર ફક્ત ખેડૂતોએ જ નહીં પણ શહેરીક્ષેત્રના લોકોએ પણ એટલો જ વિશ્વાસ દાખવ્યો છે. એટલા માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કના મોડલમાંથી ગુજરાતની અન્ય બેન્કો અને નેશનલ બેન્કો પણ આજે પ્રેરણા લઇ રહી છે.ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, એડીસી બેન્કની એક ઓળખ જ બદલાઇ ગઇ છે. સાચા અર્થમાં અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં રહેતા ખેડૂતોના જીવનમાં ધિરાણના માધ્યમથી આર્થિક રીતે ઊભા કરવા માટે પણ એડીસી બેન્ક દ્વારા ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ બેન્કે ઉત્તરોતર ખુબ પ્રગતિ કરી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, એડીસી બેન્કે જેની ૨૦૦મી શાખાનું ઉદઘાટન થતું હોય એ ગુજરાત રાજ્યની સહકારી બેન્કમાં એક ઇતિહાસ સર્જનારી ઘટના કહી શકાય. એડીસી બેન્કને વિપરિત પરિસ્થિતિમાંથી બહાર કાઢીને એડીસીના પૂર્વ ચેરમેન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એડીસી બેન્કનું સુકાન અજય પટેલને સોંપ્યું હતું. તેમણે ખેડૂતો, ખાતેદારો, મધ્યમવર્ગ, ગરીબોને વિશ્વાસમાં લઇને બેન્ક સાથે જોડાણ કરાવીને રાષ્ટ્રના નિર્માણમાં એક પ્રગતિ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, ધારાસભ્યો, એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ, વાઇસ ચેરમેન જગદીશ પટેલ તેમજ એડીસી બેન્કના ડિરેક્ટર્સ, પૂર્વ ચેરમેન અને સ્ટાફ સહિતના મહાનુભાવો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.