ETV Bharat / state

વર્ષ 2021માં FIFA અંડર-17 વુમન વર્લ્ડ કપની 7 મેચ અમદાવાદમાં યોજાશે - FIFA Under-17 Women's World Cup

કોરોના મહામારીને કારણે સંપૂર્ણ જનજીવન સ્થગિત થઈ ગયું છે. 2020ના વર્ષમાં દરેક ક્ષેત્રે પ્રવૃત્તિઓને મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે, 2021માં અમદાવાદના લોકો માટે ખુશીના સમાચાર છે.

વર્ષ 2021માં FIFA અંડર-17 વુમન વલ્ડ કપની 7 મેચ અમદાવાદમાં યોજાશે

author img

By

Published : Jun 24, 2020, 10:35 PM IST

અમદાવાદ: 2020ના વર્ષમાં દરેક ક્ષેત્રે પ્રવૃત્તિઓને મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે, 2021માં અમદાવાદના લોકો માટે ખુશીના સમાચાર છે.

FIFA વુમન અંડર-17 વલ્ડ કપની કુલ 7 મેચ અમદાવાદમાં યોજાશે. વર્ષ 2021 ફેબ્રુઆરી મહિનામાં આ ચારેય મેચ રમાશે અને કવોટર ફાઈનલ પણ અમદાવાદને ફાળવવમાં આવી છે. આ મુદ્દે વધુ જાણકારી આપતા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, FIFA અંડર-17 વુમન વલ્ડ કપની સાત મેચ અમદાવાદમાં યોજાશે જે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે. 18, 21,24 અને 27મી ફેબ્રુઆરીના રોજ મેચ યોજાશે. કવોટર ફાઈનલ 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.

અમદાવાદ સિવાય FIFA અંડર-17 વુમન વલ્ડ કપની અન્ય મેચ કોલકાતા, ભુવનેશ્વર, ગૌવહાટી, નવી મુંબઈ સહિતના શહેરોમાં યોજાશે. FIFA ડેલીગેશનને આ તમામ જગ્યાઓ પર મેચ યોજવા મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમમાં આ તમામ મેચો યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.