અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજ 2023-24નું વાર્ષિક બજેટ બે દિવસો સત્ર શરૂ થયું છે. ત્યારે અમદાવાદ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ બપોર બાદ ચાલુ બજેટ સત્રની અંદર ઘોર નિંદ્રામાં જોવા મળી આવ્યા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે શહેરની જનતાએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને મોકલેલા સભ્યોને શહેરની થોડીક પણ ચિંતા ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ચાલુ બજેટે કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારમાં બજેટ સત્ર શરૂ થાય તે તમામ કોર્પોરેટરને ચોકલેટ આપીને બજેટની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ બપોરે 2:30 કલાકે બ્રેક બાદ તમામ કોર્પોરેટરો ફરીથી બજેટ સત્રની અંદર ભાગ લીધો હતો. આ સમયે વી એસ હોસ્પિટલ જે અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે આ વી.એસ.હોસ્પિટલ મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી હતી. તેવા સમયે જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ઊંઘતા ઝડપાયા હતા.
પક્ષના આગેવાનોની શિખામણ ન માની : દેશના મહત્વની કોર્પોરેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક 9000 કરોડથી પણ વધુ હોય છે. ત્યારે આ બજેટ સત્રની અંદર અમદાવાદ શહેરના વિકાસના મુદ્દે ગંભીર ચર્ચાઓ થતી હોય છે. ત્યારે આવી ગંભીર ચર્ચા મુદ્દે જનતાના પ્રતિનિધિના ચહેરા પર થોડીક પણ ગંભીરતા જોવા મળતી ન હોય તેમ ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા હતા. આ ઉપરાંત ઘણા પણ કોર્પોરેટર એવા હતા કે જે બગાસું ખાતા પણ જોવા મળી આવ્યા છે. જેથી સ્પષ્ટ થાય છે કે, આ કોર્પોરેટરને બજેટમાં ચાલી રહેલી ચર્ચા અને શહેરની સમસ્યામાં નહીં, પરંતુ તેમને પોતાની ઊંઘમાં વધારે મહત્વ આપતા જોવા મળી રહ્યા છે. પક્ષના આગેવાનો દ્વારા પણ તમામ કોર્પોરેટરને જગતા રહેવાની સૂચના આપી હતી, પરંતુ આ કોર્પોરેટરને પોતાના પક્ષના આગેવાનોની શિખામણ માન્ય ન રાખીને ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યા હતા.
આ પણ વાંચો : Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ
મેયરનો લૂલો બચાવ : અમદાવાદના કોર્પોરેટરો સુતા ઝડપાયા હતા તે અંગે મેયર દ્વારા તેમનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ગત રાતના ઉજાગરાને કારણે ક્યાંક તેમને ઝોકું આવી ગયું હશે. ચાલુ બોર્ડમાં કોઈ કોર્પોરેટર સૂઈ જાય તે ગંભીર ગુનો ન ગણાય પણે સૂચના આપવામાં આવશે કે ચાલુ બજેટ સુઈ ન જાય અને એ વાતનો પણ આનંદ છે કે, આજે એક પણ કોર્પોરેટર ચાલુ બોર્ડમાં મોબાઇલ વિના જોવા મળ્યા હતા, પરંતુ તેમને અમે સૂચના આપીશું અને ચાલુ બોર્ડમાં જો તમને ઊંઘ આવે તો તમામ કોર્પોરેટર માટે ચા કોફીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યાં જઈને ફ્રેશ અને પાછું બોર્ડમાં આવું તેવી સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે