ETV Bharat / state

અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા વચેટિયા અને જમાદારની ધરપકડ કરી

સુરત જિલ્લાના પીપોદરા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલના વેપારી પાસે જિલ્લા પોલીસમાં આર.આર.સેલમાં ફરજ નિભાવતા એવા મહાદેવ કિશન સેવાઇકર જેઓ જમાદાર છે અને વધુ એક પોલીસ કર્મચારી આ બંને પોલીસના વચેટિયો એવો મિત્ર વિપુલ બલરે વેપારી પાસે જઈને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જેને કારણે અમદાવાદ ACBની ટીમે વચેટિયા અને જમાદારની ધરપકડ કરી હતી અને તેઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.

Surat
Surat
author img

By

Published : Feb 8, 2021, 11:09 AM IST

  • અમદાવાદ ACBની ટીમે વચેટિયા અને જમાદારની ધરપકડ કરી
  • અમદાવાદ અને સુરત ACB દ્વારા વચેટિયા અને જમાદાર બંનેની ઘરે તપાસ હાથ ધરાઈ
  • વેપારીને ત્યા બોગસ રેડ પાડીને 4.50 રૂપિયાની માંગણી કરી

સુરત: જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસના આર. આર. સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને વચેટિયો વિપુલ બલર તેમજ અન્ય એક પોલીસવાળો વેપારી પાસે જઈને તમારે ધંધો કરવો હોય તો લાંચ પેટે 4.50 લાખ રૂપિયા આપવા પડશે. વેપારીએ સમજાવ્યું કે, તે ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતાં જમાદાર અને વચેટિયો માન્યા ન હતા. ACBએ વચેટિયા જમાદાર સહિત ત્રણ સામે ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

30 જાન્યુઆરીએ બોગસ રેડ પણ કરી હતી

30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેડ કરી હતી. તે સમયે કહ્યું કે, ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. જે કારમાં આવીને બોગસ રેઇડ થઈ હતી. તે સ્કોર્પિઓ કાર પણ ACBએ કબ્જે લીધી હોવાની માહિતી મળી છે.

અમદાવાદ અને સુરત ACB દ્વારા વચેટિયા અને જમાદાર બંનેની ઘરે તપાસ હાથ ધરાઈ

અમદાવાદ ACB અને સુરત ACBની ટીમ દ્વારા આ બંને મહાદેવ કિશન સેવાઇકર અને વિપુલ બલરના ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ બીજા પોલીસ કર્મીને ત્યાં પણ ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. ACBની ટીમને મહાદેવ કિશન સેવાઇકરના ઘરેવાથી એક બ્લેક કલરની સ્કોર્પિઓ ગાડી કબ્જે કરી હતી અને વિપુલ બલરના ઑફિસેથી પણ ACBની ટીમને બે લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. હાલ અમદાવાદ ACB દ્વારા આ બે મહાદેવ કિશન સેવાઇકર અને વિપુલ બલરને સુરત ACBને સોંપવામાં આવ્યો છે અને હાલ દીપેશ મૈસુરિયાં ભાગી છૂટ્યો છે તેની પણ સુરત ACBના ACP પી.એન.ગોહિલ તપાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.