ETV Bharat / state

શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case), કોર્ટે પર્વ શાહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો - Ahmedabad hit and run case

અમદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (Hit and Run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહ (Parv Shah)ને એક દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો.જોકે પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં આરોપીને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પર્વ શાહ
પર્વ શાહ
author img

By

Published : Jul 1, 2021, 5:05 PM IST

Updated : Jul 3, 2021, 12:52 PM IST

  • પર્વ શાહ (Parv Shah) ને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
  • શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case)
  • આ અંગેની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવશે

અમદાવાદ : શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case)માં રિમાન્ડ બાદ પર્વ શાહ (Parv Shah)ને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુરૂવારે તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. વધુમાં જ્યુડિશિયલ કસ્ટડી બાદ આ અંગેની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે આ કેસમાં પર્વ શાહને મીરજાપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ લેવા માટે કોર્ટને રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે માત્ર એક દિવસના એટલે કે ગુરૂવારે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક

આ કેસ સેસન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે

મહત્વનું છે કે, ગઈકાલે કોર્ટે નોંધ્યું હતું કે પર્વ શાહ ઉપર 304 ની કલમ ગેરઈરાદાથી થયેલી હત્યા માટેની જોગવાઈ છે તે દાખલ થવી જોઈએ. આ એક બિનજામીન કેસ છે. જેમાં 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છ, અથવા આર્થિક દંડની પણ જોગવાઈ છે. આજે આ ગુન્હો દાખલ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી આપવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસ સેસન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર

આગાઉ પોલીસ જણાવ્યું હતું કે, પર્વ શાહને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પૂનરાવર્તન કરવામાં આવશે

પર્વ શાહની પૂછપરછ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતત તપાસમાં અનેક ખુલાસાઓ થયા હતા.જોકે , પોલીસે જણાવ્યું હતું કે, પર્વ શાહને સાથે રાખી પોલીસ આજે સમગ્ર ઘટનાનું પૂનરાવર્તન કરી શકે છે.

હત્યાનો ગુન્હો

પર્વ શાહ હિટ એન્ડ રન કેસમાં શરૂઆતમાં 304(અ) કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ કરવામાં આવતા 304 કલમ દાખલમાં આવી હતી જેમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ ગઈકાલે (30 જૂન) કોર્ટમાં પર્વ શાહને રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા 1 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વધુ તપાસ કરવામાં આવ્યા ઋષભ, પાર્થ અને દિવ્ય ત્રણ લોકો વિરુદ્ધ કરફ્યુ ભંગનો 188 કલમ હેથળ ગુન્હો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

Last Updated : Jul 3, 2021, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.