અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના 151 કેસ નોંધાયા છે. જ્યારે દસક્રોઈ 132, બાવળામાં 67 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં બાદ બદરખા ગામમાં કેસ નોંધાતાં આટલાં કેસ વધ્યાં હતાં. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવાનું શરૂ થયું છે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 103, ધંધુકા 25, વિરમગામ 43, બાવળા 67 અને માંડલ તાલુકામાં 10 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 35 દર્દીઓના મોત નીપજ્યાં છે.
ધોળકામાં 151 અને સાણંદમાં 103 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.