- લોકો આજે પણ અંધવિશ્વાસમાં કરે છે વિશ્વાસ
- અમદાવાદમાં ધુતારાઓએ મહિલાને ઠગી
- પોલીસે બે ધુતારાઓની કરી ધરપકડ
અમદાવાદ: 21મી સદીના જમાનામાં પણ અંધવિશ્વાસ હજુ પણ અનેક ગ્રામીણ કક્ષાએ અકબંધ છે અને તેનો લાભ લઇને અનેક ધુતારા ઓ લોકોને છેતરી જતા હોય છે. પારડી તાલુકાના આમળી ગામે પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
મંદિરના નામે મહિલાને ઠગ્યા
આમળી ગામે રહેતા એક વિધવા મહિલા નિર્મલા બેનને ત્યાં થોડા દિવસ પૂર્વે બે વ્યક્તિઓ આવ્યા અને જલારામ મંદિર બનાવવાનુ જણાવી તેમની પાસેથી નાણાની માગ કરી હતી જે બાબતે મહિલા ધાર્મિક હોવાથી તેમને દાન પેટે નજીવી રકમ આપી હતી, પરંતુ આવનાર બે યુવકો મહિલા એકલી અને ધાર્મિક વૃતિ વાળી હોવાનું જણાવી તેમની પાસે એક લોટામાં પાણી મંગાવી તેમાં તુલસીના પાન નાખી તેમના માથેથી લોટો ઓવારીને મહિલાને ડર બતાવ્યો હતો કે તેઓ હવે એક અઠવાડિયામાં પછી નહિ રહે જો તેમાંથી બચવું હોય તો વિધિ કરાવવી પડશે. ધુતારાઓની વાતમાં આવી વૃધ્ધાએ વિધિ કરાવી હતી અને તે બાદ પણ બે થી ત્રણ વાર પૈસા પડાવી જમીનમાં બરકત આવશે એવા વાયદા કરી તેમની સાથે છેતરપીંડી કરી હતી.
આ પણ વાંચો : લગ્ન કરી ઠગ કરનારી લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપ્યા
અનેકવાર વિધીના નામે પૈસા પડાવ્યા
નિર્મલા બેન પાસે બે થી ત્રણ વાર આવીને વિધિના નામે અનેક વાર નાણા માગીને તાંત્રિક લઈ ગયા હતા. આ બાબતે તેમના જમાઈને જાણકારી મળતા નિર્મલા બેન દ્વારા સમગ્ર હકીકત અંગે પારડી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે છટકુ ગોઠવીને બંને તાંત્રિકોને બોલાવ્યા હતા જે બાદ પોલીસે આ બંને ઠગ ને દબોચી લીધા અને કડકાઈ પૂર્વક પૂછપરછ શરુ કરી હતી. જેમની પાસેથી મહિલા પાસેથી લીધેલા પૈસા પણ રીકવર કરવામાં આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા પકડાયેલા બંને ઠગ તાંત્રિક નીતિન જોગી અને રોહિત જોગીની ધરપકડ કરીને જેલની હવા ખાતા કરી દીધા છે.
આયુષ્ય વધશે તેવી લાલચમાં
પોલીસે બંન્ને તપાસ અને પૂછપરછ કરતા પકડેલા બંને ઠગ એ કબુલ્યું હતું કે તેમને નિર્મલા બેન પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ 93 હજાર રોકડા રૂપિયા લીધા હોવાની કબુલાત કરી હતી જોકે તેમની પાસે થી પોલીસે નાણા કબજે લીધા છે. બંને તાંત્રિકો એ નિર્મલા બેન ને છેતરવા માટે જણાવ્યું હતું કે તમારું આયુષ્ય 100 વર્ષનું થશે તેમજ ખેતીમાં સૌથી વધારે આવક થશે તેમજ સુખ સંપતી વધી જશેનું જણાવીને મહિલાને ભોળવી રોકડ અને દાગીના પડાવી લીધા હતા જોકે બંને પકડેલા ઠગ એ તાંત્રિક નહિ પરંતુ મૂળ પ્રાઈમસ રીપેરીંગનો ધંધો કરતા હતા.