ETV Bharat / state

Navratri 2023: નવરાત્રી 2023માં પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી, એક દિવસના 3000 રૂપિયા સુધીનો ચાર્જ - ledice

નવરાત્રિને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાત્રિના સમયે અનેક છેડતી અને ભીડ વધવાના કિસ્સાઓ પણ સામે આવતાં હોય છે. જેને લઈને આ વખતે નવરાત્રિમાં પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી રહી છે. મહિલાઓ હવે ખાનગી સિક્યુરિટી એજન્સી પાસેથી સુરક્ષા લઈ રહી છે.

Navratri 2023:
Navratri 2023:
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 6:56 AM IST

ખાનગી સિક્યુરિટી એજન્સી પાસેથી સુરક્ષા

અમદાવાદ: નવરાત્રિ 2023ની 15 ઓકટોબરથી શરૂઆત થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ રસ્તા ઉપર જોવા મળશે. ત્યારે અમદાવાદમાં અનેક લોકો એવા છે કે જેઓ છેડતીનો ભોગ ન બને તેને ધ્યાનમાં લઈને ખાનગી એજન્સી પાસે સુરક્ષાનો કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે.

પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી
પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી

ખાનગી એજન્સીઓ પાસેથી સુરક્ષા: નવલી નવરાત્રીમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાનગી આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. રાત્રિના 12 કલાક સુધી ગરબામાં લોકો ઝૂમે છે પરંતુ અનેક વખતે અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતીની ઘટનાઓ સામે આવે છે ત્યારે ભૂતકાળમાં છેડતીનો અનુભવ થયો હોય અથવા તો ખાનગી રીતે ભય હોય ત્યારે આવી પરિસ્થિતિમાં મહિલાઓ હવે ખાનગી સિક્યુરિટી એજન્સી પાસેથી સુરક્ષા લઈને ગરબા રમતા જોવા મળશે. જ્યારે આ કામ માટે ખાનગી એજન્સીઓ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 2 કલાક સુધી 3,000 જેટલો ચાર્જ પણ વસૂલ કરે છે.

'ગઈ વર્ષના નવરાત્રી કરતા આ વર્ષની નવરાત્રીમાં ઇન્કવાયરી ખૂબ જ વધારે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લેડી બોડીગાર્ડ અને બાઉન્સરોની સિક્યુરિટી માટે ખૂબ જ ઇન્કવાયરી આવી છે, કારણ કે લેડીઝ સાથે લેડીઝ બાઉન્સર હોય તો અમુક વાતચીત તેઓ સહેલાઈથી કરી શકે છે તેથી નવરાત્રી 2023માં મહિલાઓની સિક્યુરિટી માટે મહિલા બોડીગાર્ડની માંગમાં વધારો થયો છે. ગરબા સમયે ક્રાઉડ કંટ્રોલ અને છેડતીના કોઈપણ ગુના ન થાય અથવા તો ઘટના તેમની પાસે ન બને તેને લઈને જ લેડી બોડીગાર્ડની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત સેલિબ્રિટી જે ગુજરાતમાં નવરાત્રી માટે ખાસ આવતા હોય છે તેમને પણ સુરક્ષિત રાખવા માટે બાઉનસરો અને લેડી બાઉન્સરોની માંગમાં વધારો થયો છે.' - કૃણાલચંદ દાદવાલ, એમ.ડી, જૈન સિક્યુરિટી

VIP કલ્ચર શરૂ: અમદાવાદમાં પહેલા નવરાત્રી દરમિયાન ડિટેક્ટિવની કામગીરી મોટાપાયે ચાલતી હતી. પરંતુ નવરાત્રી 2023માં સુરક્ષા આપવાની કામગીરી હવે એજન્સીઓ દ્વારા વધુ લેવામાં આવી રહી છે. ત્યારે કોબ્રા ગોલ્ડનના મેનેજિંગ ડિરેક્ટર રુદ્રાક્ષ ભટ્ટએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ડિટેક્ટિવની ઇન્કવાયરી તો છે પરંતુ સૌથી વધુ માંગ ખાનગી સુરક્ષાની આવી છે ત્યારે અત્યાર સુધીમાં 60થી 70 જેટલી મહિલાઓ અને પરિવાર માટે સુરક્ષા અને પર્સનલ બોડીગાર્ડની રિક્રુટમેન્ટ કરવામાં આવી છે અને નવરાત્રી આવવાની હજી સાત દિવસની વાર છે ત્યારે આ આંકડો 150 ને પાર પણ પહોંચી શકે છે.

'જે મહિલાઓને છેડતીનો ભય અને પર્સનલ ફ્લેટ હોય છે તેવા લોકો અને પરિવારજનો નવરાત્રીમાં વગર ટેન્શને મુક્ત રીતે ગરબાનો આનંદ માણી શકે અને ગરબા રમી શકે તેને ધ્યાનમાં લઈને જ ખાનગી સુરક્ષાઓની માંગ હાલમાં વધી છે. આ કલ્ચર અમદાવાદમાં વીવીઆઈપીમાં ખૂબ જ ભારે પ્રમાણમાં જોવા મળે છે. ખાનગી સુરક્ષાકર્મીઓ ગરબાના વેન્યુ સુધી અને જ્યાં સુધી તેઓ ગરબા રમતા હોય છે ત્યાંના અમુક મીટરના ડાયરામાં જ રહીને તેઓની સુરક્ષા કરે છે જ્યારે અમુક VVIPsને પણ કોઈ પબ્લિક હેરાન પરેશાન ન કરે તેને ધ્યાનમાં લઈને પણ ખાનગી સિક્યુરિટીને કામગીરી સોંપાતી હોય છે.' - રુદ્રાક્ષ ભટ્ટ, એમ.ડી.ગોલ્ડન, કોબ્રા એજન્સી

નવરાત્રીમાં કરોડોનો બિઝનેસ: રુદ્રાક્ષ ભટ્ટે નવરાત્રીમાં ખાનગી એજન્સીઓના બિઝનેસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હોય છે. એક સિક્યુરિટી ગાર્ડના સાંજના પાંચ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીની કામગીરી માટે ત્રણથી ચાર હજાર જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે VVIP હોય છે. તેમનો પણ ચાર્જ અલગથી હોય છે, જ્યારે ફક્ત નવરાત્રીમાં જ સિક્યુરિટી કંપનીઓને ગુજરાતમાં 7 કરોડનો બિઝનેસ પ્રાપ્ત થાય છે.

  1. Navratri 2023 : નવરાત્રીની ઉજવણી માટે શું હશે ગાઈડલાઇન્સ, જાણો ઋષિકેશ પટેલે શું કહ્યું ?
  2. Navratri 2023 : બેસૂરા બનેલા તબલાઓના સૂર પાછા લાવતા જૂજ કારીગર, પેઢી દર પેઢી કારીગરો ઘટ્યા પણ ધંધો નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.