હાર્દિક પટેલ વિરૂધ દાખલ થયેલી ફરિયાદ રદ કરવાના કેસમાં રાજ્ય સરકાર તરફે એફિડેવિટ રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં હાર્દિકને આપવામાં આવેલી રાહત પરત ખેંચવાની માગ કરાઈ હતી. સુત્રો દ્નારા મળતી માહિતી પ્રમાણે સરકાર ચાલું સપ્તાહમાં હાર્દિકને આપવામાં આવેલી રાહત સામે ક્રિમિનલ અપિલ દાખલ કરી શકે છે. તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2017માં પાસ નેતા નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકો વિરૂધ માર મારવાનો અને લુંટ ચલાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. હાર્દિકે પોલીસ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં વર્ષ 2017માં ક્વોશિંગ પીટીશન દાખલ કરી હતી અને બાદમાં ફરીયાદી નરેન્દ્ર પટેલ અને આરોપી હાર્દિક પટેલ વિરૂધ સમાધાન થઈ જતાં કોર્ટે હાર્દિકને રાહત આપી હતી. સમાધાન બાદ ફરિયાદી નરેન્દ્રે હાઈકોર્ટમાં સોંગદનામું રજુ કર્યું હતું. જેમાં હાર્દિક વિરૂધ કોઈ ફરિયાદ ન હોવાની દલીલ કરી હતી.
રસપ્રદ છે કે મહેસાણા કોર્ટે હાર્દિક પટેલને રાયોટિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. જેના પર હાઈકોર્ટે સ્ટે ન આપતા હાર્દિક લોકસભા 2019ની ચુંટણી લડી શક્યો ન હતો.