ETV Bharat / state

Kidnapping of passengers in Ahmedabad : અમદાવાદમાં પેસેન્જરોનું અપહરણ કરી ડીઝીટલ રીતે ખંડણી માંગનારા ઝડપાયા - Kidnapping of passengers in Ahmedabad

સરખેજમાં યુવકનું અપહરણ કરીને ઓનલાઇન ખંડણી માંગનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનના યુવકને રીક્ષામાં અપહરણ કરીને આરોપીઓએ રૂપિયા 20 હજારની ખંડણી માંગી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 6:42 AM IST

Updated : Sep 28, 2023, 6:48 AM IST

Kidnapping of passengers in Ahmedabad

અમદાવાદ : આ મામલે પોલીસે આરીફ ઉર્ફે ભૂરો ઘાંચી અને બિલાલ ઉર્ફે અરબાજ શેખની ધરપકડ કરી છે. તેમણે સરખેજ વિસ્તારમાંથી રાજસ્થાનથી આવેલા અર્જુન બલાઈનું રિક્ષામાં અપહરણકરીને રૂપિયા 20 હજારની ખંડણીની માંગણી કરી હતી. આ ખંંડણી પેટીએમ પર ઓનલાઈન માંગી હતી. પરિવારે રોકડ રૂપિયા આપવાની વાત કરતા ઈન્કાર કર્યો હતો. જેથી પરિવારે પોલીસ કન્ટ્રોલ રૂમને અપહરણની જાણ કરતા પોલીસની જુદી જુદી ટીમોએ સર્ચ કરીને અપહરણકર્તાના ચુંગલમાંથી યુવકને છોડાવીને બંને આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીએ અન્ય કોઈનું અપહરણ કરીને પૈસા પડાવ્યા છે કે, નહિ અને તેઓએ ડ્રગ્સનું સેવન પણ કર્યુ હોવાથી આ ડ્રગ્સ કયાંથી લાવ્યા હતા તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે. - એસ.ડી. પટેલ, ACP એમ ડિવિઝન

રિક્ષામાં બેસાડી અપહરણ કરતા : પકડાયેલ ડિજીટલ ખંડણીખોર આરીફ ઉર્ફે ભુરો રિક્ષા ચાલક છે અને સાણંદનો રહેવાસી છે. જયારે બિલાલ ઉર્ફે અરબાજ શેખ જુહાપુરાનો રહેવાસી છે. આ બન્ને આરોપીઓ એકબીજાથી પરિચિત નથી. પરંતુ બિલાલ પોતાના ખર્ચો કાઢવા માટે મુસાફરોને શોધીને રિક્ષા ચાલકને આપતો હતો જે માટે તેને ખર્ચના પૈસા મળતા હોય છે. ઘટનાના દિવસે પણ ભોગ બનનારને લઈને રિક્ષા ચાલક પાસે આવ્યો હતો અને બંનેએ તેનું અપહરણ કરીને પૈસા પડાવવાનુ નકકી કરી લીધુ હતું. આ અપહરણનો માસ્ટર માઈન્ડ આરીફ છે. જેની વિરૂધ્ધ અગાઉ સરખેજ અને સાણંદના ચાર ગુના નોંધાયા છે. સરખેજ પોલીસે પકડાયેલા ડિજીટલ ખંડણીખોરીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Ahmedabad Brutally Assaults Woman: સ્પા સંચાલકે મહિલાને જાનવરની જેમ મારી, વાળ પકડીને ઢસડી, કપડાં ફાડ્યાં, સ્પા સંચાલકના CCTV વાયરલ
  2. Patan Crime: શંખેશ્વરમાં મંદબુદ્ધી બાળકી પર બળાત્કાર

Last Updated : Sep 28, 2023, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.