અમદાવાદઃ સમગ્ર ભારત અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. ત્યારે જેલમાં રહેલા કેદી કે આરોપીને પણ તેના કુટુંબીજનો કે સગા સબંધીની ચિંતા થાય ત્યારે સબાટી મધ્યસ્થ જેલ દ્વારા કેદીઓની રૂબરૂ મુલાકાત બંધ કરાવી દેવામાં આવી છે અને ઇ-મુલાકાત શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલા કેદીઓની તેમના પરિવાર સાથે મુલાકાત થઈ શકે તે વીડિયો કોલના માધ્યમથી માટે ઈ-મુલાકાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતથી સંપર્ક કરાવવામાં આવે છે.
રૂબરૂ મુલાકાત બંધ કરાતા જેલમાં રહેલા કેદીઓને માનસિક રીતે સ્વસ્થ અને મુક્તમને રાખવા માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યું છે. ઈ-મુલાકાત દ્વારા રોજેરોજ 50 જેટલા કેદીઓની પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં 500થી વધુ કેદીઓની ઈ-મુલાકાત કરાવવામાં આવી છે અને આ પ્રમાણે કાર્યવાહી હજુ પણ ચાલુ જ રાખવામાં આવશે.