અમદાવાદ: શહેર પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 17,529 ગુના નોંધી 25,749 લોકોનો અટકાયત કરવામાં આવી છે.પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી, પીસીઆર વાન,કંટ્રોલ રૂમમાં મળતા મેસેજ અને વોટસઅપ પર મળતા મેસેજ કે ફોટામાં આધારે કાર્યવાહી કરવામાં આવે છે.આજની તારીખમાં પોલીસના 57 જેટલા એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ છે જ્યારે 240 પોલીસ જવાનોએ કોરોના સામેની જંગ જીત્યા છે.હોમ કોવોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો અને સિનિયર સિટીઝનની પણ પોલીસ દ્રારા સંભાળ લેવામાં આવી રહી છે.
પોલીસે કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે આપેલી છૂટછાટમાં પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.માસ્ક વિના જાહેરમાં આવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે માસ્ક વિનાના 48 કેસ કરી 13,200 રૂ.ના દંડની વસૂલાત કરવામાં આવી છે.સોસિયલ ડિસ્ટેન્સનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.