ETV Bharat / state

અમદાવાદમાં કોરોના સંક્રમિતોને શોધવા આ આગવી વ્યૂહરચના ઘડાઈ

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની સ્થિતિની સમીક્ષા વીડિયો-કોન્ફરન્સીંગથી મુખ્ય સચિવ અનિલ મુકીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે કરી હતી.

author img

By

Published : Apr 19, 2020, 12:17 AM IST

અમદાવાદમાં કોરોના સંક્રમિત વ્યકિતઓને સત્વરે શોધી કાઢવા આગવી વ્યૂહરચના ઘડવામાં આવી

ગાંધીનગરઃ ગુજરાતના સીએમ રૂપાણીએ કોરોના વાયરસનો વ્યાપ હવે વધે નહીં અને કોરોના શંકાસ્પદ વ્યકિતઓની ત્વરાએ ભાળ મળી રહે તે માટે યુદ્ધના ધોરણે એકટીવ સર્વેલન્સ શરૂ કરી દેવા તાકીદ કરી છે. આગામી ૩ મે એટલે કે લોકડાઉનની સમયાવધિ દરમ્યાન મહાનગરપાલિકા, આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ સાથે મળી સમગ્ર શહેરમાં ખાસ કરીને સંક્રમણનો ફેલાવો વધુ છે તેવા વિસ્તારોમાં વધુને વધુ વ્યકિતઓનું સર્વેલન્સ કરીને પોઝિટિવ કેસ શોધવા અને આવા વ્યકિતઓને આઇસોલેટ કરવાની સઘન વ્યૂહ રચના અપનાવે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સામાન્ય શરદી-તાવના લક્ષણોવાળા લોકોની આરોગ્ય તપાસણી અને પેસીવ સર્વેલન્સ થાય છે તે જ રીતે હવે, કોરોના પ્રભાવિત વિસ્તારોમાં એકટીવ સર્વેલન્સ ICMRના દિશાનિર્દેશો મુજબ, કરીને વધુ સંક્રમણ અટકાવી માનવજીવન બચાવવાના મહાપાલિકાના સમયબદ્ધ આયોજનની વિગતો મુખ્યપ્રધાનને આપી હતી.

તેમણે એમ પણ માહિતી આપી કે, અમદાવાદ મહાનગરમાં વ્યાપક ઝૂંબેશથી દર 10 લાખની વસ્તી દીઠ બે હજારથી વધુ સેમ્પ્લ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. માત્ર અમદાવાદમાં જ અત્યાર સુધી ૧ર,૪૧૧ ટેસ્ટ થયા છે આ સંખ્યા અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ છે તેમ પણ મ્યુનિસિપલ કમિશનરે વ્યૂહરચનાની ભૂમિકા આપતાં જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને પણ આ વાયરસનો વ્યાપ અને તીવ્રતા જોતાં અમદાવાદ શહેરમાં કોરોના શંકાસ્પદ કેસોનું યુદ્ધના ધોરણે સર્વેલન્સ થાય અને પોઝિટિવ જણાયેલા કેસોના આઇસોલેશન દ્વારા હવે વધુ વિસ્તારોમાં સંક્રમણ ન થાય તેવી ગહન કાર્યયોજના માટે સૂચનો કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.