ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાથી કુલ મોતના 12 ટકા લોકો છીપા સમુદાયમાંથી મૃત્યુ પામ્યા - ગુજરાત

રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ 446 મોત અમદાવાદ શહેરમાં થયાં છે. ત્યારે મોટાભાગે શહેરના જમાલપુર-આસ્ટોડિયા વિસ્તારમાં રહેતાં છીપા સમુદાયના 53 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાથી થયેલી કુલ મોત પૈકી 12 ટકા મોત છીપા સમુદાયમાં થયાં છે.

અમદાવાદમાં કોરોનાથી કુલ મોતના 12 ટકા લોકો છીપા સમુદાયમાંથી મૃત્યુ પામ્યાં

author img

By

Published : May 14, 2020, 8:08 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાથી સૌથી વધુ કોટ વિસ્તાર પ્રભાવિત થયો છે અને તેમાં પણ સૌથી વધુ કેસ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નોંધાયા હતાં. જો કે હવે પોઝિટિવ કેસનું પ્રમાણ થોડું ઓછું થયું છે પરંતુ જમાલપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસનાર છીપા સમુદાયના લોકો સૌથી મોટી સંખ્યામાં કોરોનાનો ભોગ બન્યાં છે. 13મી મે સુધીના સમયગાળામાં કોરોનાથી અમદાવાદમાં કુલ 53 છીપા સમુદાય સાથે સંકળાયેલા લોકોના મોત નીપજ્યાં છે જે અમદાવાદના કુલ 446 મોતના લગભગ 12 ટકા જેટલાં થાય છે.

શા માટે છીપા સમુદાયમાં થયાં મોટી સંખ્યામાં મોત?

અમદાવાદના જમાલપુર, રાયખડ, આસ્ટોડિયા, ગોલલીમડા સહિતના વિસ્તારોમાં વર્ષોથી મોટી સંખ્યામાં છીપા સમુદાયના લોકો વસે છે. આ વિસ્તારોમાં ખૂબ જ વસ્તી ગીચતા હોવાથી કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં ફેલાયું છે, વળી સામાજિક અંતરના નિયમનું ચુસ્તપણે પાલનનો અભાવને પણ પ્રાથમિક રીતે કોરોના ફેલાય માટે જવાબદાર માની શકાય.

આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોળલીમડા ખાતે આવેલા છીપા કમ્યુનિટી સેન્ટરમાં સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોટાભાગના એસીમટોમેટિક દર્દી કે જેમને કોઈપણ પ્રકારના લક્ષણ નથી તેમને અહીં રાખવામાં આવે છે અને સારવાર અપાય છે. જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા લોકોને લૉકડાઉન અને કોરોના અંગેની જાણકારી માટે રાઉન્ડ પર જતાં ત્યારે તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે હવે ઘણાં દિવસોમાં પછી જમાલપુર વિસ્તારના પોઝિટિવ કેસ થોડા ઓછા નોંધાઈ રહ્યાં હોવાથી લોકોએ રાહતનો દમ લીધો છે. કોરોના અને કુદરતી મોતથી એપ્રિલ અને મે મહિના સુધીમાં છીપા સમુદાયમાંથી 130 જેટલા લોકોના મોત થયાં છે.

આકિબ છીપાનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.