ETV Bharat / state

108ની મહિલા કર્મચારીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરાઇ

author img

By

Published : Aug 11, 2022, 4:16 PM IST

અમદાવાદમાં 108 ના મહિલા કર્મચારીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન (Raksha Bandhan 2022)પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા બહેનોએ અંધજન મંડળના(Andhajan Mandal)ભાઈઓને રાખડી બાંધી હતી તો બીજી તરફ અંધજન મંડળની દિવ્યાંગ બહેનો દ્વારા પણ 108 ના પરિવારના ભાઈઓને રાખડી બાંધીને આ પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવ્યું હતું.

108ની મહિલા કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

અમદાવાદ રક્ષાબંધનનો તહેવાર (Raksha Bandhan 2022 )એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર જ્યાં રક્ષાબંધનના દિવસે લોકો દ્વારા અલગ અલગ રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. અમદાવાદ શહેરમાં 108 ના મહિલા કર્મચારીઓ (108 women employees )દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.108 ના મહિલા પરિવાર દ્વારા દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધીને આ તહેવારનું ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

આ પણ વાંચો સુરતમાં એક ભાઈના હાથ ઓછા પડે તેટલી છે બહેનો અઠવાડિયા સુધી કરે છે રક્ષાબંધનની ઉજવણી

અંધજન મંડળના ભાઈઓને રાખડી બાંધી 108ની મહિલા બહેનોએ અંધજન મંડળના( Andhajan Mandal)ભાઈઓને રાખડી બાંધી હતી તો બીજી તરફ અંધજન મંડળની દિવ્યાંગ બહેનો દ્વારા પણ 108 ના પરિવારના ભાઈઓને રાખડી બાંધીને આ પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવ્યું હતું. 108 ના પ્રોગ્રામ ડિરેક્ટર જીતેન્દ્રભાઈ શાહિએ, વાત કરતા જણાવ્યું હતું કે અમે દર વર્ષે અનોખી રીતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે આ વર્ષે અમે ખાસ કરીને જે આપણા જ એક સમાજનું અંગ છે તેવા દિવ્યાંગ ભાઈ બહેનો જોડે રહીને આ તહેવાર ઉજવવાનું નક્કી કર્યું હતું. તેથી અમને આજે ખૂબ જ આનંદ થાય છે કેમ અમે આવી રીતે તહેવારની ઉજવણી કરીએ છીએ જેનાથી અમને પણ અંદરથી ખુશી મળે છે.

આ પણ વાંચો ભાઈ બહેનના પ્રેમનો દિવસ, રક્ષાબંધનમાં આ મુહૂર્ત પર રાખડી બાંધવી છે હિતકારી

આ પગલું ખૂબ જ આવકારદાયક - અંધજન મંડળના દિનેશભાઈ બહાલે, જણાવ્યું હતું કેમ સરકારના 108નું જે આજે જે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો જોડે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું નક્કી કર્યું તે પગલું ખૂબ જ આવકારદાયક છે. અમે લોકોને પણ એ જ કહેવા માંગીએ છીએ કે દિવ્યાંગ ભાઈ અને બહેનો લોકોથી અલગ નથી એ આપણા જ સમાજનો અભિન્ન હિસ્સો છે. મહત્વનું છે કેમ 108 ની મહિલા બહેનો દ્વારા જે દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી ત્યારે તેમના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી રહી હતી. દિવ્યાંગ બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધી હોય એવી જોવા મળી રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.