અમદાવાદ ગુજરાત ચૂંટણી ( Gujarat Assembly Elections )ને લઇ આદર્શ આચારસંહિતાના અમલ સાથે માત્ર બે દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 52375 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર ( promotional materials removed from Ahmedabad city and district ) કરાઈ છે. આચારસંહિતા અમલના 24 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 25028 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાયા બાદ બીજા દિવસે પણ 25090 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ મળી કુલ 52375 દૂર કરાઈ હતી.
કલેક્ટરના સ્પષ્ટ નિર્દેશ મુજબ કામગીરી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના નિર્દેશ મુજબ આચારસંહિતા સમિતિની ચુસ્ત કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ની જાહેરાત સાથે અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના નિર્દેશ મુજબ શહેર અને જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ સક્રિય થઈ ગઈ છે. ચૂંટણી જાહેરાતના બે દિવસમાં જ જિલ્લામાં સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે 52375 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. આદર્શ આચાર સંહિતા અમલમાં આવ્યાના 24 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 25028 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત બીજા દિવસે પણ 25090 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે.
શું હટાવાઇ રહ્યું છે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલની સૂચના તથા ચીફ નોડલ ઓફિસર એ.એમ. દેસાઈના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના અમદાવાદ શહેરના નોડલ અધિકારી રામ્યાકુમાર ભટ્ટ તથા અમદાવાદ ગ્રામ્યના નોડલ અધિકારી એચ.આઈ. પટેલના નિરીક્ષણ હેઠળ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર, ઝંડીઓ ઉતારવાની, દીવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરકારી અને ખાનગી ઇમારતો પરથી સામગ્રી હટાવાઇ બે દિવસમાં અમદાવાદના કુલ 21 વિધાનસભા મત વિસ્તારોમાંથી કુલ 52375 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી 30975 દીવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો 9458 પોસ્ટર્સ તથા 5696 બેનર્સ તેમજ 3989 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ 50118 સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 1382 દીવાલ પરના લખાણો, 401 પોસ્ટર્સ, 316 બેનર્સ, 158 અન્ય મળીને કુલ 2257 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે.