અમદાવાદ સવા છ કરોડથી વધુની વસતી ધરાવતાં સમૃદ્ધ ગુજરાતમાં 15મી વિધાનસભાની રચના માટે 5 ડીસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં બીજા ચરણનું મતદાન ( Gujarat Second Phase Poll ) યોજાશે. આ ચરણમાં 833 ઉમેદવારોમાંથી 93ને ધારાસભ્ય બનાવીને ગાંધીનગરની ગાદીએ બેસાડવાના છે. આ 833 ઉમેદવારના શૈક્ષણિક અભ્યાસ (833 Candidate Education )ને લઇ નક્કર માહિતીઓ જોઇએ. બીજા ચરણમાં અભણ ઉમેદવાર ( Illiterate Candidates ) અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર (Highly Educated candidates ) કેટલા છે તે પણ જોઇએ.
ભણવાને નામે મીંડુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણમાં ( Gujarat Second Phase Poll ) 833 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કુલ 14 જિલ્લાના 93 બેઠક પરના 833 ઉમેદવારોની શૈક્ષણિક અભ્યાસ વિશે જાણીએ. આમાં જેને અભણની શ્રેણીમાં (Zero Education Candidates ) મૂકવામાં આવ્યાં છે તેમાં કુલ 5 ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે જેમણે ડોક્ટરેટ ( Highly Educated candidates ) સુધીની ડિગ્રી મેળવી હોય તેવા સાક્ષરમાં 10 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા ચરણના ઉમેદવારોનો લઘુત્તમ શૈક્ષણિક અભ્યાસ આમાં જોઇએ તો ધોરણ એકથી લઇ ચોથી સુધી ભણ્યાં હોય એવા 32 ઉમેદવાર છે. ધોરણ પાંચમી સુધીનું પ્રાથમિક શિક્ષણ લીધું હોય તેવા ઉમેદવારોની સંખ્યા 61 છે. જ્યારે ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવનારા 116 ઉમેદવારો( Gujarat Second Phase Poll ) છે.
ધોરણ 10 અને 12 પાસ ઉમેદવાર ગુજરાત વિધાનસભામાં પહોંચીને પ્રજાના સારાનરસા માટે નીતિઓ નક્કી કરનારા ધારાસભ્યોનું શિક્ષણ કંગાળ છે. બીજા ચરણની ચૂંટણીમાં ધોરણ 10 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા જોઇએ તો તે 162ની( Gujarat Second Phase Poll ) છે. સાથે જણાવીએ કે ધોરણ 10 પછી થતાં ડીપ્લોમા કોર્સીસમાં 27 ઉમેદવારોને ડીપ્લોમા હોલ્ડર તરીકે જણાવવામાં આવ્યાં છે. જ્યારે ધોરણ 12 પાસ ઉમેદવારોની સંખ્યા જોઇએ તો એવા 166 ઉમેદવારો ( SSC HSC Pass Candidates ) છે.
સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવનાર ઉમેદવાર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ આ ચૂંટણીમાં મુદ્દો ( Gujarat Second Phase Poll ) બની રહ્યો હતો ત્યારે શિક્ષણ માટે સ્નાતક ડીગ્રીને ધ્યાને લઇએ તો બીજા ચરણના મતદાનમાં ઊતરનારા ઉમેદવારોમાં સ્નાતક સુધીનું શિક્ષણ મેળવનાર કુલ 117 ઉમેદવારો છે. તો સ્નાતક કક્ષાનું વ્યાવસાયિક શિક્ષણ લેનાર ઉમેદવારોની સંખ્યા ( Graduate candidates ) 67 છે.
ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોનું પ્રમાણ અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ( Gujarat Second Phase Poll ) મેળવનારા ઉમેદવારોની વાત કરીએ તો કુલ 833 માંથી ફક્ત 70 ઉમેદવાર એવા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયાં છે. આ ઉપરાંત ડોક્ટરેટ ડિગ્રી મેળવનાર 10 ઉમેદવાર છે. આ આંકડાઓના આધારે સાંત્વન લેવું હોય તો એવું લઇ શકાય કે પહેલા ચરણના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતોની મદ્દેનજર બીજા ચરણના ઉમેદવારોમાં સાક્ષરતાનું પ્રમાણ થોડુંક વધારે છે.