ETV Bharat / state

Ahmedabad Crime: વેજલપુરમાં પતિ પત્નીના ઝઘડા દરમિયાન હુમલો કરતા પતિનું મોત - Ahmedabad Crime

અમદાવાદના જુહાપુરામાં બિસ્મિલ્લા બેકરી પાસે ઘરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં મારામારી થઈ હતી. જે દરમિયાનમારામારીમાં પતિ યુસુફ ખોખરનું મોત નિપજ્યું છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા માથામાં દીવાલ અથડાતા મોત હોવાનું અનુમાન છે. જોકે પોલીસને જાણ કર્યા વગર અને પીએમ કર્યા વગર દફન વિધિ કરવાના હતા. પરંતુ વેજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી દફન વિધિ અટકાવી હતી અને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Ahmedabad Crime: વેજલપુરમાં પતિ પત્નીના ઝઘડા દરમિયાન હુમલો કરતા પતિનું મોત

author img

By

Published : Jul 25, 2023, 8:12 AM IST

વેજલપુરમાં પતિ પત્નીના ઝઘડા દરમિયાન હુમલો કરતા પતિનું મોત

અમદાવાદ: ક્રાઇમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ અમદાવાદ તો ક્રાઇમનું હબ બની ગયું છે. રોજ 5 કેસ તો અંદાજે સામે આવી રહ્યા છે. ફરી એક વખત અમદાવાદમાં એવો જ કિસ્સો સામે આવ્યો છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ફતેવાડીમાં એવન સોસાયટીમાં પારિવારિક ઝઘડામાં એક 43 વર્ષીય વ્યક્તિની હત્યા ની ઘટના બની છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર થતાં ઝઘડા અને મારામારીની બાબત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં મારામારી થતી હતી. જે દરમિયાન દીકરાએ પિતાને પગમાં લાકડી મારતા તે નીચે પડતા દિવાલ જોડે માથું પછડાયું હતું. જેના કારણે તેઓનું ઘરમાં જ મોત નીપજ્યું હતું.

"આ મામલે હાલ મૃતદેને પીએમ માટે રવાના કરી મોતનું સાચું કારણ જાણવાની અને આ ઘટના અંગેની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે અને ગુનામાં સામેલ પરિવારજનોની અટકાયત કરી ધરપકડ માટેની કામગીરી હાથ ધરાઈ છે"--આર.એમ રાઠવા, (ઈન્ચાર્જ PI, વેજલપુર પોલીસ સ્ટેશન)

પોલીસે શરૂ કરી તપાસ: પરિવારજનોએ ભેગા મળી પિતાની મોત અંગે કોઈને પણ જાણ કર્યા વગર અન્ય જગ્યાએ તેઓના મૃતદેહને લઈ જઈને દફનવિધિની કામગીરી શરૂ કરી હતી. જોકે આ બાબતને લઈને પોલીસને જાણ થતા પોલીસને સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને કબજો મેળવી પેનલ પીએમ માટે મોકલ્યો છે અને આ બાબતે લઈને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ વેજલપુર પોલીસે શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : પતિએ પત્નીની હત્યાનો બનાવ્યો પ્લાન, મૃતદેહને રીક્ષામાં પ્રવાસીની જેમ બેસાડી ફેંકી આવ્યા ધોળકા
  2. Iskcon Bridge Accident: તથ્ય પટેલે ઘટના સમયે ગાડીને બ્રેક ન મારી હોવાની કબૂલાત કરી, 30થી વધુ લોકોના નિવેદન લેવાયા
  3. ISKCON Bridge Accident Case: તથ્ય પટેલનો ડ્રગ્સ રિપોર્ટ નેગેટિવ પંરતુ તેની મુશ્કેલીમાં વધારો, પોલીસ તપાસના ધમધમાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.