અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં લૉ પ્રેશર યથાવત છે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું 3 જૂન સુધી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. 4-જૂન સુધી દરિયો તોફાની રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે.
કોરોના વાઈરસના કહેર વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 4 અને 5 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી
કોરોના કહેર વચ્ચે ગુજરાત પર વવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને 3 જૂનના ગુજરાતના દરિયા કિનારે પહોચશે. જો કે વાવાઝોડાની ગતિ કેટલી તેજ હશે તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લૉ પ્રેશર સક્રિય થતા જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
કોરોના વાઈરસના કહેર વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 4 અને 5 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં લૉ પ્રેશર યથાવત છે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું 3 જૂન સુધી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. 4-જૂન સુધી દરિયો તોફાની રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે.
Last Updated : Jun 1, 2020, 3:11 PM IST