અમદાવાદ: આ એસોસિએશનના મુખ્ય ઉદેશયો છે જેવા કે, હોસ્પિટલો અને નર્સિંગ હોમ અને વીમા કંપનીઓના વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે દર્દીઓને ખૂબ મુશ્કેલી પડે છે તેમ જ સભ્ય હોસ્પિટલોને વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતા દરો ખૂબ ઓછા છે અને દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા માટે યોગ્ય નથી ઘણા વર્ષોથી તેના ચાર્જીસમાં સુધારો થયેલ નથી અને તેના બદલે આપવામાં આવેલ નવા દરો હોસ્પિટલ્સની કામગીરીને ટકાવી રાખવા માટે ઘણા ઓછા છે.
હોસ્પિટલ અને નર્સિંગ હોમ અને અસંખ્ય લાયસન્સ તેમજ મંજૂરી લેવી પડે છે તો આ તમામ માટે એક બારી પદ્ધતિ કરવાની રજૂઆત છે હોસ્પિટલ સામે હિંસાના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હોવાથી એ એ એ સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે તેમ જ સભ્યોને વધુ સારા દરો ગુણવત્તા અને વેચાણ પછીની સેવાઓ માટે સામૂહિક રીતે તબીબી ઉપકરણો વપરાશની વસ્તુઓ નિયમિત ઉપયોગની વસ્તુઓ અને દવાઓની ખરીદીમાં મદદ કરવી તેમ જ સાધનો ઉત્પાદકો અને અન્ય કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પ્રદાન કરવું વગેરે છે