- કૃષ્ણનગર હની ટ્રેપમાં ફસાવવાનું ષડયત્ર
- બે આરોપીઓની ધરપકડ, 4 ફરાર
- વેપારી પાસે 10 લાખના માગણી કરી
અમદાવાદઃ શોર્ટકટ રીતે રૂપિયા કમાવવાનો રસ્તો કાંતો બરબાદી તરફ લઈ જતો હોય છે. કાંતો જેલના સળિયા સુધી લઈ જતો હોય છે અને આવું જ કંઈક બન્યું છે. સોનીની ચાલ પાસે કાપડનો ધંધો કરતા વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવતી ટોળકી પર્દાફાશ થયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક મહિલા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અન્ય ફરાર ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
હની ટ્રેપનો ફિલ્મી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો
સોનીની ચાલ પાસે કાપડનો ધંધો કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી આવે છે અને ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા તેમ કહીને શ્રુતિ નામની મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આ આરોપી મહિલા વેપારીને દુકાન માંથી જતી રહે છે. બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો, થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલ ના પોસ્ટર ફોટા લઈને બોલાવ્યો હતો. પરંતુ વેપારી પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી હતી. આ સ્વરૂપવાન અને ચાલક મહિલાએ પોતાની યુક્તિપ્રયુક્તિ વાપરીને આખરે વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો અને વેપારી પણ પોતાના ધંધાની લાલચમાં મહિલાએ બોલાવેલા ફ્લેટ પર પોહચી ગયો હતો.
સ્વરૂપવાન મહિલાઓથી ચેતી જજો!
સ્વરૂપવાન મહિલાઓ પોતાની મોહજાળમાં ઘણા વેપારીઓને ફસવાતી હોય છે, અને આવા કિસ્સાઓને પોલીસ વિભાગમાં હનીટ્રેપ ના કિસ્સા તરીકે ઓળખવામાં આવતો હોય છે. જેમાં વેપારીને મહિલા દ્વારા તેની મોહક જાળમાં ફસાવવામાં આવતો હોય અને બાદમાં પોલીસ કેસ અથવા તો બદનામ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવાનો ખેલ ખેલાતો હોય છે. કૃષ્ણનગર પોલીસ મથકે વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં પણ આવું જ કંઈક બન્યું છે. પરંતુ વેપારીની થોડી ચલાકીએ આજે તેને લાખો રૂપિયાની નુકશાની માંથી બચાવી લીધો છે.
ચાર લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવાની વાત
શ્રુતિ નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો ત્યારબાદ મહિલા દ્વારા ફ્લેટમો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં થોડીવાર પછી ફ્લેટનો દરવાજો ખખડવાનો આવાજ આવે છે અને દરવાજાની બીજે છેડે બે અન્ય લોકો ઉભેલા જોવા મળી છે. તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચ માંથી આવ્યા હોવાની ઓળખાણ આપીને વેપારીને માર મારીને 10 લાખની માંગણી કરવામાં આવી હતી. બાદમાં આખો મામલો ચાર લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થાય છે.
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
કૃષ્ણનગરના હનીટ્રેપના કિસ્સામાં વેપારી અને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના અંતે વેપારીએ કહ્યું કે રૂપિયા લેવા દુકાને જવું પડશે. તેવું કહેતા ગેંગના સભ્યો માંથી બે સભ્યો વેપારીને ગાડી બેસાડીને વેપારીની દુકાને લઈ ગયા અને ત્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકત ની જાણ કરી હતી. આ ઘટના બાદ વેપારીએ પણ ચળકી વાપરીને રૂપિયા ની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો હતો. વેપારીએ પોતાના વકીલ મારફતે પોલીસ ફરિયાદન નોંધાવી હતી. આ મામલે પોલીસે નરેશભાઈ અને અરવિંદભાઈ ની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસે ફરાર આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સ્ટાર્ચ કંપનીના માલિક સામે વધુ 9 ફરિયાદ, 3000 કરોડનું કૌભાંડ સામે આવ્યું