અમદાવાદઃ રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા (Ahmedabad Rathyatra 2022)બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એ. ટી.એસ., આઇ.બી. સહિત તમામ એજન્સીના અધિકારીઓ રહ્યા હાજર હતા.
આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી, અનેક પ્રોજેક્ટ્સનું પણ કરશે ખાતમૂહુર્ત
ગૃહપ્રધાનના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક - અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા( Home Minister meeting with Commissioner of Police)નીકળવાની છે, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra 2022: સંતોએ ભગવાન જગન્નાથજીના ભંડારામાં પ્રસાદ આરોગ્યો, કાળી રોટી ધોળી દાળ વાનગી શું છે?
સમગ્ર આયોજનની જાણકારી - ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃહપ્રધાન સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહપ્રધાને સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી.