ETV Bharat / state

રથયાત્રાની તડામાર તૈયારીઃ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજઈ - Crime Branch on Rath Yatra

અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા અનુસંધાને (Jagannath Rath Yatra 2022)રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ, બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠક પૂરી થતા હર્ષ સંઘવી મંદિરથી સમગ્ર રુટ પર જઈને નિરીક્ષણ કર્યું.

રથયાત્રાની તડામાર તૈયારીઃ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજઈ

author img

By

Published : Jun 23, 2022, 7:18 PM IST

Updated : Jun 23, 2022, 7:57 PM IST

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અનુસંધાને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક કરી છે. આ બેઠકમાં રથયાત્રાના (Jagannath Rath Yatra 2022)રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ, બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠક પૂરી થતા હર્ષ સંઘવી મંદિરથી સમગ્ર રુટ પર જઈને નિરીક્ષણ કર્યું.

રથયાત્રા

આ પણ વાંચોઃ 145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

રથયાત્રાના રૂટનું નિરીક્ષણ - તાજેતરમાં આંતકી હુમલાનું એલર્ટ છે ત્યારે રથયાત્રા દરમિયાન(Rathyatra 2022) કોઈ અણ બનાવ ના બને તથા શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પુરી થાય તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ( Ahmedabad Crime Branch)પહોંચ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના JCP, DCP તથા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં આગામી રથયાત્રાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી તથા જગન્નાથ મંદિર પહોંચીને મંદિરથી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી આવ્યા ખાસ વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતિક

ફેસ ડિટેકટ કેમેરા - રથયાત્રામાં 25000થી વધુ પોલીસ સહિત SRP અને CRPFની 68 કંપનીનો બંદોબસ્ત, 8 DG, IG, 30 SP,35 ACP પણ તૈનાત રહેશે. તેમજ આ વર્ષે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસ જવાનોની જમવાની વ્યવસ્થા સારી રાખવામાં આવે તે માટે સૂચન પણ કર્યું હતું. રથયાત્રામાં બોડી વોન કેમેરાથી પોલીસ સજ્જ હશે. રથયાત્રાના રૂટ પર ગુનેગારોને ઓળખવા માટે ફેસ ડિટેકટ કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે હાલમાં આતંકી હુમલાના કોઈ પણ ઇનપુટ મળ્યા નથી.

ગૃહપ્રધાને અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક - હર્ષ સંઘવી પોલીસ સાથેની બેઠક બાદ જગન્નાથ મંદિર પોહચ્યાં હતા.અમદાવાદમાં યોજાનારી રથયાત્રા અંગે આજે ગૃહ રાજ્યપ્રધાને અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ મંદિરના ટ્રસ્ટી અને મહંતને કહ્યું હતું કે, રથયાત્રા સમયસર મંદિરથી નીકળીને સમયસર પરત ફરે તેનું ધ્યાન રાખજો. તેમણે મહંત અને ટ્રસ્ટીઓને એવી ખાતરી આપી હતી કે, હું હજી પણ મંદિરે આવીશ. તે છતાંય તમને કોઈપણ પ્રકારની જરૂર પડે તો મને જાણ કરજો.

Last Updated : Jun 23, 2022, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.