ETV Bharat / state

અમદાવાદમાં ધામધૂમથી હોળી-ધુળેટી પર્વની કરાઇ ઉજવણી - ahd

અમદાવાદઃ આજે દેશભરમાં લોકો આનંદ અને ઉત્સાહ સાથે લોકો હોળીના પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમા પણ બાળકો, મહિલાઓ, યુવાનો સૌ કોઈ આજે બગીચાઓ, પાર્ટી પ્લોટ અને સોસાયટીના કમ્પાઉન્ડમાં રંગો, પીચકારીઓ, પાણી અને અબીલ ગુલાલથી ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 8:31 PM IST

બુધવારના રોજ રાત્રે હોલિકા દહન બાદ આજરોજ લોકો રંગોમાં રંગાઈ ધુળેટીના પર્વને ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ બાળકો રંગો, ફુગ્ગાઓ અને પિચકારી સાથે મેદાનમાં ઉતરી પડ્યા હતા. નાના મોટા ગ્રુપમાં બાળકો હોળીના રંગોમાં રંગાયા હતા.અબીલ ગુલાલ ભાત-ભાતના રંગો અને પાણીની પીચકારીઓ સાથે મોટાઓ પણ ઉત્સવમાં જોડાયા હતા, અને સૌ કોઈ ઉમર ભૂલી ઉત્સાહથી રંગોના ઉત્સવમાં રંગાયા હતા.

હોળી-ધુળેટી પર્વની ઉજવણી

આ પ્રસંગે યશસ્વી ઠાકુરે જણાવ્યું હતું કે, આજના દિવસે સૌ કોઈ મન મુટાવ, મતભેદ, દુઃખ, ઈર્ષા બધું ભૂલી સાથે હોળી રમે છે. સાથે સાથે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી મુક્ત મને કોઈ પણ પ્રકારના દબાણ વિના હોળી રમી અંનદ માણ્યો હતો. રંગોના આ અનેરા પર્વમાં સૌ કોઈ રંગાયા હતા, અને ભારે ઉત્સાહ સાથે મોજ મસ્તીથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

Intro:આજે દેશભરમાં લોકો ભારે આનંદ અને ઉત્સાહ સાથે હોળી ના પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બાળકો, મહિલાઓ, યુવાનો સૌ કોઈ આજે બગીચાઓ, પાર્ટી પ્લોટ અને સોસાયટીના કમ્પાઉન્ડમાં રંગો, પીચકારીઓ, પાણી અને અબીલ ગુલાલથી ધૂળેટી મનાવી હતી.

Body:ગઈકાલે રાત્રે હોલિકા દહન બાદ આજરોજ લોકો રંગોમાં રંગાઈ ધુળેટીના પર્વને ઉજવી રહ્યા છે. વહેલી સવારથી જ બાળકો રંગો, ફુગ્ગાઓ અને પિચકારી સાથે મેદાનમાં ઉતરી પડ્યા હતા. નાના મોટા ગ્રુપમાં બાળકો હોળીના રંગોમાં રંગાયા હતા.

અબીલ ગુલાલ ભાત ભાતના રંગો અને પાણીની પીચકારીઓ સાથે મોટાઓ પણ ઉત્સવમાં જોડાયા હતા અને સૌ કોઈ ઉમર અને દર્દ ભૂલી ઉત્સાહથી રંગોના ઉત્સવમાં રંગાયા હતા.

આ પ્રસંગે યશસ્વી ઠાકુરે જણાવ્યું હતું કે આજના દિવસે સૌ કોઈ મન મુટાવ, મતભેદ, દુઃખ, ઈર્ષા બધું ભૂલી સાથે હોળી રમે છે. સાથે સાથે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી મુક્ત મને કોઈ પણ પ્રકારના દબાણ વિના હોળી રમી રહ્યા છીએ.

Conclusion:રંગોના આ અનેરા પર્વમાં સૌ કોઈ રંગાયા હતા અને ભારે ઉત્સાહ સાથે મોજ મસ્તીથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.