અમદાવાદ ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 )માટે ઇલેક્ટોરલ રોલ સામે આવી ચૂક્યો છે. ત્યારે મતદાર સમૂહો વિશે નવી નવી જાણકારીઓ પણ સામે આવી રહી છે. પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકો કે જેમણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું હોય તેવા નાગરિકો ગુજરાતમાં પણ વસે છે. ત્યારે ગુજરાતમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર વખત મતદાન (Hindus from Pakistan to vote First time ) કરશે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1032 પાકિસ્તાની નાગરિકો ભારતીય બન્યાં છે.
આ મતદારોનું મતદાન કોને ફળશે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઓગસ્ટમાં 40 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું. ભારતીય સીટીઝન સર્ટિફિકેટ આપતાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2016 અને 23 ઓકટબર 2018ના પરિપત્ર મુજબ દેશના તમામ કલેકટરને બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, પારસી, શીખ લોકો અનેક પીડાઓથી પીડાય છે. તે લોકોને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય (India Decision to Grant Citizenship) કરવામાં આવ્યો છે. આ કામમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. તે આપણા માટે ગૌરવની વાત છે. તેઓને સરકારી લાભ આપવા કલેકટરને આદેશ સાથે સંઘવીએ જણાવ્યું હતું કે આ તમામ લોકોને જે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના લાભો ટૂંક સમયમાં આપવામાં આવશે. તેમને પણ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યપ્રધાન આવાસ યોજના, આયુષ્યમાં કાર્ડ જેવી સરકારી યોજનાના લાભ મળશે. ત્યારે તેમના સહિત છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતા મેળવી છે તેવા 1032 પાકિસ્તાની હિન્દુ (Hindus from Pakistan to vote First time ) આવતી પહેલી અને પાંચમી ડીસેમ્બરે મતદાન કરવાના છે. ગુજરાત ચૂંટણી માટે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ છે ત્યારે ભાજપની સરકાર પાસેથી ભારતીય નાગરિકત્વ મેળવનારા પાકિસ્તાની હિન્દુઓનું મતદાન તેમના તરફી રહે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.
મતદાન પર અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં 2022માં પહેલીવાર 1032 જેટલા પાકિસ્તાન બોર્ન હિન્દુઓ મતદાન કરવાના છે. આપને જણાવીએ કે છેલ્લાં પાંચ વર્ષમાં હજારો પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા મેળવી ચૂક્યાં છે. તેમના મતો (Hindus from Pakistan to vote First time ) ગુજરાતના ચૂંટણી પરિણામો પર શું અસર થઇ શકે તેની રાજકીય પંડિતોમાં ચર્ચા જાગી છે. એક જાણકારી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર અને ભૂજ કલેક્ટર કચેરીએ 2016 થી પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા 1032 હિંદુઓને ભારતીય નાગરિકતા પ્રમાણિત કરી છે. જેમાં હિન્દુઓ ઉપરાંત શીખ,ક્રિશ્ચિયન અને પારસીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં લઘુમતી હોવાના કારણે હિન્દુઓને વારંવાર અત્યાચારનો સામનો કરવો પડે છે અને ઘણા ભારતમાં આશ્રય મેળવવા માટે આવતાં હોય છે.
નાગરિકતા આપવાની સત્તા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની સત્તા કલેક્ટર ઓફિસને પણ આપવામાં આવી છે. આપને જણાવીએ કે 31 ઓક્ટોબરના ગેઝેટમાં ગુજરાતના મહેસાણા અને આણંદ એમ બે જિલ્લાના કલેક્ટરો સીધા જ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની સત્તા તાજેતરમાં આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા લઘુમતીઓને નાગરિકતા (Citizenship to Refugees ) આપવામાં આવતી હોય છે. તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે. રાજ્યના સૌથી વધુ શરણાર્થીઓ ( Indian citizenship) અમદાવાદમાં રહે છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ અને પારસીઓને ભારતીય નાગરિકતાના દસ્તાવેજો જારી કરવાની ક્ષમતા તેમની પાસે છે. જોકે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયા કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સી મંજૂરી આપે પછી જ પૂર્ણ થતી હોય છે.
શું છે નિયમ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર (Refugees living in Ahmedabad)આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.
2017 થી જુલાઇ 2022 1250 અરજીઓ મળી હતી ભારતના અત્યાર સુધી કેટલા શરણાર્થીઓ ભારતમાં શરણ લીધું હોય તેવા અનેક લોકો અમદાવાદમાં આવે છે. અમદવાદના જિલ્લા વહીવટી તત્રને 2017 થી જુલાઇ 2022 1250 અરજીઓ મળી છે. વર્ષ 2017થી જુલાઇ 2022 સુધીમાં 992 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ભારતીય નાગરિકના પ્રમાણપત્ર એનાયત કર્યા છે. જેમાં 2017માં 187 તેમજ 2018માં 256 અને 2019માં 205 જ્યારે 2020માં 65 અને 2021માં 212 અને ચાલુ વર્ષે 67 શરણાર્થીઓ ભારતના નાગરિક બન્યા છે. ત્યાર બાદ ઓગસ્ટમાં 40 ભારતીય નાગરિકતા પ્રમાણ પત્ર હર્શ સંઘવીએ એનાયત કર્યાં હતાં.એ સમયે 100થી વધુ અરજી સેન્ટલ એજન્સી દ્વારા એમની પ્રોસેસ ચાલી રહી હતી. જેમાં વધુ કેટલાક લોકોને ભારતીય નાગરિત્વ મળતા તેવા નાગરિકો તેઓ જેતે જિલ્લામાં હોય તેના સિવાયના અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગીમાંથી પણ મુક્તિ મેળવી સ્વતંત્રતાતી જીવી શકે છે આજીવિકા કમાઇ શકે છે. આવાકુલ 1032 પાકિસ્તાની હિન્દુઓ આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) પહેલીવાર ભારતના નાગરિક તરીકે મતદાન (Hindus from Pakistan to vote First time ) કરવાનું ગૌરવ મેળવશે.