આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોના કહેવા પ્રમાણે હિંદુજા ગ્રુપે ડ્યૂ ડેલિજેન્સ માટે એસબીઆઈ કેપિટલ માર્કેટ્સના નેતૃત્વવાળા રોકાણકાર બેન્કર્સ સાથે વાતચીત કરી લીધી છે. જેની જાહેરાત ઝડપથી કરી દેવામાં આવશે. નરેશ ગોયલ તથા હિંદુજા સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ બન્ને વચ્ચે બે દશકથી સૌહાર્દપૂર્ણ સંબંધ છે. તેમણે કહ્યું કે હિંદુજાને આશા છે કે બેંક એરલાઈન્સ કંપની પરની બાકી રકમમાં ઉલ્લેખનીય ઘટાડો કરી આપશે. કંપનીને અંદાજે 12,000 કરોડનું દેવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના અગ્રણી બિઝનેસ હાઉસોએ જેટને સંકટમાંથી બહાર લાવવા માટે દેવાદારો અને ગોયલની અપીલને ફગાવી દીધી છે. તાતા ગ્રુપે જ સૌથી પહેલા રસ દર્શાવ્યો હતો, પણ પછી તેમણે પગલા પાછા ભર્યા હતા. આ પહેલા હિંદુજાની નજર દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને ખરીદવાની હતી. જ્યારે તેના ખાનગીકરણની વાત ચાલતી હતી. તે સમય જેટની સેવાઓ માત્ર બંધ કરાઈ હતી.