ETV Bharat / state

ગુજરાતમાં થયેલ હાઈપ્રોફાઈલ અકસ્માતની ઘટનાઓ - અકસ્માતની ઘટનાઓ

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોજારો સાબિત થતો હોય છે. આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત Accident case in Sojitraસર્જાયો હતો. જેમાં 6 જેટલા લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. ગુજરાતમાં એવા ઘણા હાઈપ્રોફાઈલ અકસ્માત થયા છે. જાણો આ અહેવાલમાં.

ગુજરાતમાં થયેલ હાઈપ્રોફાઈલ અકસ્માતની ઘટનાઓ

author img

By

Published : Aug 12, 2022, 7:21 PM IST

અમદાવાદ આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના દિવસે Rakshabandhan 2022 in Gujarat ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 જેટલા લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. કિયા ગાડી, બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા તેમજ બાઈક પર સવાર કુલ 4 નાગરિકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તો યુવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડતા સમયે મૃત્યુ નીપજ્યા હતા.

ધારાસભ્યના જમાઈની અટકાયત આ ઘટનામાં કાર ચાલક કેતન પઢીયાર કે જે સોજીત્રાના Rakshabandhan in Gujarat કોંગ્રેસના ધારાસભ્ય અને તારાપુર ગામના સરપંચ પૂનમ પરમારનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. જે ઘટના બાદ જિલ્લાના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવ્યો હતો. ઘટનામાં ગાડી ચાલક કેતન પઢિયારની ગંભીર બેદરકારી હોવાની ચર્ચા ઉઠી હતી. સ્થાનિક પોલીસે ગાડી ચાલક ધારાસભ્યના જમાઈની અટકાયત કરી તેને કાર ચાલક ઈજાગ્રસ્ત વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ કેતન પઢિયારને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કારચાલકે ટક્કર મારતા માતાપુત્રીનું મોત ગાંધીનગરમાં ચ જીરો સર્કલથી ધોળાકુવા પાસે માતાપુત્રી ટુ વ્હિલર પર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક કારચાલક તેમના વાહનને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં માતાપુત્રીનું મોત High profile accident cases of Gujarat થયું હતું. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી નાસતોભાગતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત કરનારો આ વ્યક્તિ જિગ્નેશ જયંતિ પટેલ ગાંધીનગરની એક હોટેલનો માલિક હોવાનું બહાર આવ્યું હતું છે. આરોપી જિગ્નેશ પટેલ એક્ટિવાને ટક્કર મારે ત્યાંથી પૂરઝડપે કાર ચલાવી ફરાર થયો હતો. આ અકસ્માત થતાં જ તે પોતાના પરિવાર સાથે નાસી ગયો હતો. આરોપી એક હોટેલ પણ ચલાવે છે. ફૂડ પાર્સલ કરી ઘરે જતી વખતે મા દીકરીને ટક્કર મારી નાસી ગયો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો ત્રિપલ અકસ્માતઃ પુરપાટ સ્પીડથી આવી રહેલા ટ્રકચાલકે કાબુ ગુમાવ્યો, કારને અડફેટે લેતા ત્રણનાં મોત

બેકરીના માલિક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો સુરત શહેરમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ નશાની હાલતમાં અકસ્માત Hit and run સર્જ્યો હતો. તેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વધાવા ગામની ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નીપજયું હતું. આ ઘટનામાં યુવતીની અંતિમ વિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. હવે ઉર્વશીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે, અતુલ વેકરીયાને રાજકીય નેતાઓ સાથે સંબંધ છે અને પોતે આર્થિક રીતે સદ્ધર હોવાથી પોલીસ પણ તેમને મદદ કરી રહી છે. જેને લઈને હવે પોલીસની કામગીરી પર પણ શંકા સેવાઈ રહી છે.

મોપેડ ચાલકોને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત 26 માર્ચની રાત્રે વેસુ વિસ્તારમાં રાત્રે GJ 05 RM 1863 નંબરની લક્ઝુરિયર કાર પૂર ઝડપે આવી રહી હતી. જેણે વેસુ વિસ્તારમાં એક સાથે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બેથી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોપેડ પર બેઠેલી 28 વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેકરિયાએ અડફટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનમાં બે યુવકના મોત થયા હતા અમદાવાદમાં 2013માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનનો કેસVastrapur hit and run case બન્યો હતો જેમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા શિવમ દવે અને રાહુલ પટેલ નામના યુવકોનું મોત નીપજ્યું હતું. બેફામ ગાડી હંકારી બે યુવાનોના જીવ લેવાના કેસમાં વર્ષ 2015માં સેશન્સ કોર્ટે વિસ્મય શાહને દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી. ફેબુ્રઆરી-2020માં હાઇકોર્ટે પણ વિસ્મયને દોષિત ઠેરવી સજા યથાવત્ રાખી છે અને ગત એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે પણ વિસ્મયની અપીલ ફગાવી સજા યથાવત્ રાખી હતી.

આ પણ વાંચો ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા

વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી 24 ફેબ્રુઆરી 2013ના રોજ પોતાની કાર BMW લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલા નજીક બે બાઇક સવારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં Hit and run શિવમ અને રાહુલ નામના બન્ને બાઇકસવારના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. મૃતકના પરિવારજનોને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.