હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિટમાં રજુઆત કરવામાં આવી હતી કે, ગોત્રી-સેવાસી રોડ પાસે આવેલી અર્થ સોમનાથ સાઈટ નીચે GAIL દ્વારા ગેસની પાઈપ-લાઈન નાખવામાં આવેલી છે અને તે સ્થળ પર બાંધકામ કરવા બાબતે GAIL દ્વારા જે NOC આપવામાં આવ્યું છે, તેની શરતોનું પાલન થયું નથી. અરજદારની ફરિયાદ બાદ GAILએ સિવિલ એન્જીનિયરને નિમણુંક કર્યો હતો. જેણે તપાસ બાદ બાંધકામ NOCની શરત પ્રમાણે નહિ હોવાની રજુઆત કરી હતી. GAIL દ્વારા આપવામાં આવેલી NOCમાં રહેણાંક બાંધકામ ગેસની પાઈપલાઈનથી 15 મીટર દુર થવું જોઈએ જો કે, બિલ્ડરે 5 મીટર દુર બાંધકામ કર્યું છે જેથી લોકોના જીવ જોખમે મૂકાયા છે.
ગોત્રી-સેવાસી રોડ પાસે આવેલી જમીન પર થોડા સમય પહેલા GAIL દ્વારા ગેસની જે પાઈપ લાઈન નાખવામાં આવી હતી અને જમીનના મૂળ માલિકે બાંધકામની પરવાનગી માટે વડોદરા કલેક્ટરને અરજી કરી હતી. GAIL અને સરકારને તબ્દીલ કરવામાં આવી હતી. GAILએ કેટલીક શરતોને આઘારે બાંધકામ માટે પરવાનગી આપી હતી જો કે, બાંધકામ કરનાર બિલ્ડરે શરતોનું પાલન ન કરતા લોકોના જીવ જોખમે મૂકાયા હોવાની દલીલ કરવામાં આવી હતી. અરજદારની માંગ છે કે, આ સ્થળ પર કોઈ પણ સમયે બ્લાસ્ટ કે ફાયરની મોટી ઘટનાથી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી તેને ટાળવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.